• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Proclamation Regarding Loud Speakers And Assembly Processions To Avoid Harassment, Danger, Fear Or Harm To The Public During The Election Campaign In Junagadh.

વિધાનસભાની ચૂંટણી:જૂનાગઢમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકસાન ન થયા તે માટે લાઉડ સ્પીકર અને સભા-સરઘસ અંગે જાહેરનામું

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના ટેકેદારો દ્વારા સભા-સરઘસ અંતર્ગત લાઉડ સ્પીકર દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવનાર છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકસાન થતું અટકાવવા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે, કોઇ અનિચ્છનીય બનાવ ન બને જિલ્લામાં જાહેર સુલેહશાંતી અને સલામતીને હાની ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાય રહે તે હેતુસર સાવચેતીના ભાગરૂપે આગોતરા પગલા ભરવા જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ રચિત રાજને પોલીસ અધિનિયમ-1951ની કલમો દ્વારા મળેલ સત્તાની રૂએ લાઉડ સ્પીકર અને સભા-સરઘસ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા માં લાઉડ સ્‍પીકરના ઉપયોગ અંગે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33(1)(ત) કલમ-33 (1)(ન)(3) હેઠળ રસ્‍તામાં અથવા રસ્‍તા નજીક અથવા સાર્વજનીક કે ખાનગી જગ્‍યાઓમાં ચૂંટણી પ્રચાર કે અન્‍ય હેતુ માટે જાહેરમાં લાઉડ સ્‍પીકર વગાડવા માટે કેટલાક નિયમોનું પાલન કરવા ફરમાવેલ છે.
જાહેરનામાં મુજબ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યાં સિવાય જાહેરમાં લાઉડસ્પીકર વગાડી શકાશે નહીં. આવી પરવાનગી નોઇઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કન્ટ્રોલ) રૂલ્સ-2000ના નિયમ-3ને અનુરૂપ તથા નામ. સુપ્રિમ કોર્ટે રીટ પીટીશન નં.72/98 વીથ સિવિલ અપીલ નં.37352005માં આપેલ ગાઇડ લાઇન મુજબ આપવાની રહેશે. લાઉડસ્પીકર લગાડવા સક્ષમ અધિકારી તરફથી જે શરતે પરવાનગી અપાયેલ છે તે શરતોનુ; પાલન કરવાનું રહેશે. લાઉડ સ્પીકર ફકત સવારનાં 6.00 કલાક થી રાત્રીના 10-કલાક સુધી જ જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકસાન ન થાય તે રીતે વગાડવાના રહેશે.
શૈક્ષણિક કે ધાર્મિક સંસ્થાઓ સહિતમાં અડચણ ન થાય તેનું ધ્યાન રાખવું
લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી મળેલ હોય તેમ છતાં પરવાનગીના સ્થળ નજીક સરકારી કે અર્ધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક કે ધાર્મિક સંસ્થાઓ કે દવાખાના આવેલા હોય તો કચેરીઓ, સંસ્થાઓની કામગીરીમાં કોઇપણ અડચણ ન થાય તે રીતે તદન ધીમા અવાજથી વગાડવાના રહેશે તેવુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. સક્ષમ અધિકારીની મંજૂરી મળ્યા બાદ જ સભા સરઘસનું આયોજન કરવાનું રહેશે. તથા જે શરતે પરવાનગી અપાયેલ છે તે શરતોનું પાલન કરવાનું રહેશે. સભા-સરઘસમાં નીચેના કૃત્‍યો કરવાની મનાઇ ફરમાવવામાં આવે છે.
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યા સુધી જાહેરનામું અમલમાં
​​​​​​​
સભા-સરઘસમાં શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, લાકડી, લાઠી અથવા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી કોઇ ચીજો લઇ જવી, કોઇપણ ક્ષયધર્મી અથવા સ્ફોટક પદાર્થ લઇ જવાની, પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઇ જવાની, એકઠા કરવાની તથા તૈયાર કરવાની, કોઇ સરઘસમાં જલતી અથવા પેટાવેલ મશાલ લઇ જવાની, વ્યક્તિઓ અથવા તેના શબ, આકૃતિઓ, પુતળા દેખાડવાની/બાળવાની હોય તેવા ભાષણ આપવાની, ચાળા, ચિત્રો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની અને દેખાડવાની, તેનો ફેલાવો કરવાની મકાનઇ ફરમાવવામાં આવેલ.આ હુકમનો ભંગ કરનાર ચૂંટણી અંગેના આચાર સંહિતાની જોગવાઇઓ હેઠળની શિક્ષાને પાત્ર થશે. આ હુકમ સમગ્ર જૂનાગઢ જિલ્‍લાના વિસ્‍તારમાં હુકમની તારીખથી અમલમાં આવશે અને તે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા અમલમાં રહેશે તેવું જાહેરનામાં માં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...