બાળકોમાં ડ્રગ તેમજ અન્ય પદાર્થોના સેવનનો ઉપયોગ અટકાવવા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના આદેશ મુજબ જૂનાગઢના તમામ મેડિકલ સ્ટોર ખાતે સીસીટીવી કેમેરા ફરજીયાત રાખવા અને તેનું રેકોર્ડિંગ પણ 1 વર્ષ સુધી રાખવાનું જાહેરનામું સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ભૂમિબેન કેશવાલા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામાંમાં જણાવાયું છે કે, દવાના વેચાણમાં સજાગતા રહે અને બાળકો આવી દવા ખરીદી ન શકે તે માટે દરેક મેડિકલ સ્ટોરના સંચાલકોએ સજાગ રહેવું પડશે. આ પ્રવૃત્તિ અટકાવવા માટે મેડિકલ સ્ટોરમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા પડશે. એટલું જ નહીં તેનું રેકોર્ડિંગ સક્ષમ અધિકારી જોવા માગે ત્યારે આપવું પડશે. સાથે એક વર્ષ સુધી તે રાખવું પડશે તેવો આદેશ કરવામાં આવ્યો છે. આ હુકમ પ્રસિદ્ધ થયાના 5 દિવસમાં તમામ મેડિકલ સ્ટોર ઉપર તેની અમલવારી કરવી ફરજીયાત છે.
તેનો અમલ નહીં કરનાર સામે નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. બાળકો ડ્રગ્સના રવાડે ચડી જઈ પોતાની જિંદગી બરબાદ કરી નાખે છે. તેના પરિણામે પરીવારની પણ આર્થિક ખુવારી થવા પામે છે. ત્યારે બાળકો ડ્રગ્સના દૂષણનો શિકાર ન બને તે માટે કડક જોગવાય સાથે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જેની તમામ મેડીકલ સ્ટોરના સંચાલકોએ અમલવારી કરવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.