• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • A Unique Procession Of 'Ra' Takes Place On The Second Day Of Holi In Junagadh's Dhandhusar, Only A Person Who Has Completed Manta Can Become 'Ra'.

ગધેડા સાથે ગામની પ્રદક્ષિણા:જૂનાગઢના ધંધુસરમાં હોળીના બીજા દિવસે નીકળે છે 'રા'નું અનોખું સરઘસ, માનતા પૂર્ણ થઈ હોય તે જ વ્યકિત 'રા' બની શકે છે

જુનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લાનું ધંધસુર ગામ. અહીં હોળીના પર્વ પર વર્ષો જૂની 'રા' બનવાની અનોખી પરંપરા નિભાવવામાં આવી રહી છે. જેમાં ગામના જે વ્યકિતએ માનતા માની હોય અને માનતા પૂર્ણ થઈ હોય તે હોળીના બીજા દિવસે ગામની પ્રદક્ષિણ કરે છે. આ પરંપરામાં રોચક વાત એ છે કે જે વ્યકિત 'રા' બને છે તે ગધેડા પર હાથમાં તલવાર લઈને સવાર થાય છે.

સંતાન પ્રાપ્તિ માટે લોકો માનતા રાખતા હોય છે
ધંધુસર ગામમાં વર્ષો જૂની 'રા' ટોળકીની આ પરંપરા ચાલી આવે છે. ધંધુસર ગામમાં જે પરિવારમાં સંતાન ન થતા હોય તેના પુરુષો સંતાન પ્રાપ્તિ માટે માનતા માને છે વર્ષોથી આ 'રા' નામનાપાત્રની સાથે જોડાયેલી છે આ પરંપરા. પરંતુ માત્ર પરિવારના જ સભ્યો નહીં પરંતુ જે ઘરે સંતાન પ્રાપ્તિ ન થતી હોય અને તેમના મિત્ર કે કુટુંબીજનો પણ તેમના સગા વ્હાલા કે મિત્રને ત્યાં પારણું બંધાય તે માટે હોળીના બીજે દિવસે 'રા' બનવાની માનતા માને છે.

'રા' ગામમાં ઘરે ઘરે જઈને ફાળો એકત્ર કરે છે
આ 'રા' નામનું ભજવાતું પાત્ર હોળીના બીજા દિવસે ગધેડા પર બેસે છે. પોતે અલગ દેખાય તેવી રીતના તેને શણગારવામાં આવે છે અને ગામની શેરી ,ગલીઓ અને ઘરે ઘરે જઈ આ 'રા' ની ટોળકી એટલે કે ગેર (સભ્યો) ફંડ ફાળો ઉઘરાવે છે. 'રા' ગધેડા પર બેસી ગામના એવા પરિવારને ત્યાં ફાળો લેવા માટે જાય છે જેના તાજેતરમાં જ લગ્ન થયા હોય અને જે પરિવારમાં સંતાનનો જન્મ થયો હોય. તો બીજી તરફ આ 'રા'ની ટોળકી માટે ગામમાં બપોરના સમયે ભોજન પણ રાખવામાં આવે છે.

બાળકોનો ડર દૂર કરવા કરાવાય છે 'રા'ના દર્શન
હોળીના કલર અને અલગ દેખાતા ગધેડા પર બેસી આ 'રા' જ્યારે નીકળે છે ત્યારે ખાસ કરી બાળકોને આ ગધેડા પર બેસેલા 'રા'ને બતાવવામાં આવે છે. જેથી કરી બાળક કોઈ પણ એવા બિહામણા પાત્રથી ના ડરી જાય તે માટે 'રા' ને બતાવવામાં આવે છે. તો આ 'રા' ની ગધેડા પર ની સવારીને મહિલાઓ દ્વારા પોતાના આંગણે આવતા તિલક કરી આવકારવામાં આવે છે...

અન્ય સમાચારો પણ છે...