કોરોના મહામારી:એકી, બેકીનું પાલન ન કરનાર દુકાનદારો સામે કાર્યવાહી

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વધુ 70 સામે જાહેરનામા ભંગની ફરિયાદ

કોરોના મહામારી વચ્ચે લોકડાઉન 4 માં નિયમ મુજબ છુટછાટ અપાઇ છે. પરંતુ અમુક લોકો નિયમોનું પાલન કરતાં નથી. વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાની અમુક દુકાનો પર ગ્રાહકોની ભીડ જોવા મળતી હોય અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું ન હોય. આ ઉપરાંત એકી - બેકી મુજબ દુકાનો ખોલવાની હોય તેમ છતાં અમુક દુકાનદારો દુકાનો ખુલ્લી રાખતા હોય.  આ સાથે બહાર નિકળતી વખતે લોકો માસ્ક પણ પહેરતા નથી તેમજ બાઇક પર ડબલ સવારીમાં પસાર થતાં જોવા મળે છે. આ લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. અને જૂનાગઢ જિલ્લામાં વધુ 70 લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાના કેસ વધતા હોય અને સંક્રમણને અટકાવવા તંત્ર પણ સજજ બન્યું છે. લોકોએ પણ જાગૃતતા દાખવી સહકાર આપવો જોઇએ. જેથી કોરોનાને હરાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...