કોરોના ઇફેક્ટ:જૂનાગઢમાં જાહેરનામા ભંગ કરનાર 35 સામે કાર્યવાહી

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક ન પહેરનાર સામે પણ ગુનો નોંધાયો

જિલ્લામાં સોશ્યલ ડિસ્ટન્સ નો ભંગ કરનાર,માસ્ક ન પહેરનાર સહિત 35 લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. અને પોલીસ દ્વારા આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કોરોના મહામારીને લઈ લોકડાઉન અમલી હોવા છતાં અમુક લોકો જાહેરનામાનો ભંગ કરી રહ્યાં છે.જેમાં વાત કરીએ તો કોરોના ના સંક્રમણને અટકાવવા માટે માસ્ક પહેરવું જરૂરી છે તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું પણ જરૂરી છે છતાં અમુક લોકો બાઈક પર ડબલ સવારીમાં પસાર થતા જોવા મળી રહ્યાં છે.જો કે આવા લોકો સામે પોલીસે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે અને જૂનાગઢ જિલ્લામાં વધુ 35 લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે,કે કોરોના ના કેસ વધી રહ્યાં હોય જેથી લોકોએ પણ જાગૃતતા દાખવી તંત્ર દ્રારા બહાર પાડવામાં આવેલ નિયમોનું પાલન કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...