તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ખાનગી સ્કુલો ડીઇઓને પણ ગાંઠતી નથી

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • શિક્ષણ વિભાગ દ્વારા સ્કેનીંગ ટેબલ શીટ બનાવવાના નિયમનો પરીક્ષા જ ન લઇ કર્યો ઉલાળ્યો
 • સરકારી સ્કૂલો પાસે નિયમનું પાલન કરાવનાર ડીઇઓ ખાનગી સ્કૂલોના સંચાલકો સામે કાર્યવાહી કરશે કે પાણીમાં બેસી જશે ?

જૂનાગઢ જિલ્લામાં આવેલ ખાનગી સ્કૂલોના સંચાલકો ડીઇઓને પણ ગાંઠતા નથી. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કેનીંગ ટેબલ શીટ બનાવવાના નિયમનો પરીક્ષા જ ન લઇ ઉલાળ્યો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, સરકારી સ્કૂલો પાસે નિયમોનું પાલન કરાવનાર ડીઇઓ ખાનગી સ્કૂલના સંચાલકો સામે કાર્યવાહી કરે છે કે પછી પાણીમાં બેસી જાય છે? જો આ મામલે કંઇ નહિ થાય તો પછી સરકારી સ્કૂલોમાં પણ આની અસર પડી શકે છે.

આ અંગે મળતી વિગત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ સત્રાંત નિદાન કસોટી 2020-21 નું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ધોરણ 3 થી 5માં પરીક્ષા લેવાની હતી જેમાં રૂબરૂ પેપર મોકલવાના હતા. જ્યારે ધોરણ 6 થી 8 માં શાળાએ બોલાવી પરીક્ષા લેવાની હતી. આ પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની માર્કશિટ બનાવવાની હતી. બાદમાં ગુણની ડેટા એન્ટ્રી કરવા માટે પોર્ટલ પર માર્કશિટની સ્કેનીંગ ટેબલ શીટ તૈયાર કરી મૂકવાની હતી. જોકે, સરકારી શાળાએ તો કામગીરી કરી હતી પરંતુ ખાનગી શાળાએ આ નિયમનો ઉલાળ્યો કર્યો હતો.

મોટાભાગના ખાનગી સ્કૂલોના સંચાલકોએ પરીક્ષા જ લીધી નથી. ત્યારે જો પરીક્ષા જ લેવાઇ ન હોય તો સ્કેનીંગ ટેબલ શીટ કેવી રીતે તૈયાર કરીને મૂકે? આમ, ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં મોટાભાગની ખાનગી સ્કૂલોએ સ્કેનીંગ ટેબલ શીટ જ બનાવવાનો નનૈયો ભણી દીધો છે. ત્યારે ખાનગી સ્કૂલોના સંચાલકો ડીઇઓને પણ ગાંઠતા નથી કે પછી ડીઇઓનું ખાનગી સ્કૂલોના સંચાલકો પાસે કંઇ ઉપજતું નથી ? આવી ચર્ચા સરસ્વતીના ઉપાસકોમાં ઉઠવા પામી છે.

ત્યારે હવે જોવું એ રહ્યું કે ખાનગી સ્કૂલોના સંચાલકો સામે આ મામલે શું થઇ શકે? સરકારી સ્કૂલો પાસે તમામ નિયમોનું પાલન કરાવનાર ડીઇઓ ખાનગી સ્કૂલોના સંચાલકો સામે કંઇ કાર્યવાહી કરે છે કે પછી પાણીમાં બેસી જાય છે તેપણ જોવું રહ્યું. જો આવું જ રહ્યું તો શક્ય છે કે, ખાનગી સ્કૂલ સંચાલકોના વર્તનનો ચેપ સરકારી સ્કૂલોમાં પણ લાગી શકે.

એકાદ, બે ખાનગી સ્કૂલ બાકી
ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓની પ્રથમ સંત્રાત નિદાન કસોટી 2020 -21 અંતર્ગત વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની ડેટા એન્ટ્રી કરવા માટે સ્કેનીંગ ટેબલ શીટ નિયત કરવામાં આવી છે. દરમિયાન એકપણ સરકારી સ્કૂલ નથી કે જયાં પરીક્ષા લેવાઇ ન હોય. મતલબ તમામ સરકારી સ્કૂલોમાં પેપર પહોંચાડી દીધા હોય પરીક્ષા લેવાઇ છે. પરિણામે સ્કેનીંગ ટેબલ શીટ તૈયાર થઇ જશે. હા, એકાદ, બે ખાનગી સ્કૂલો જ બાકી છે જ્યાં પરીક્ષા ન લેવાતા સ્કેનીંગ ટેબલ શીટ તૈયાર ન થાય. - આર.એસ. ઉપાધ્યાય, ડીઇઓ.

આ કારણોસર પરીક્ષા ન લીધી
મોટાભાગની ખાનગી સ્કૂલોના સંચાલકો રાજ્ય સરકાર દ્વારા કઢાતી પેપર પ્રણાલીને સ્વિકારતા નથી. આવા ખાનગી સ્કૂલ સંચાલકો પોતાની રીતે પેપર કાઢવા ઇચ્છે છે. આ કારણોસર તેમણે પ્રથમ સત્રાંત પરીક્ષા લીધી નથી.

સ્કેનીંગ ટેબલ શીટ માટે ગ્રાન્ટ અપાય છે
ધોરણ 3 થી 8ના છાત્રોની સંખ્યા અનુસાર સ્કેનીંગ ટેબલ શીટ માટે 0.50 પૈસા લેખે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરિણામે છાત્રોને ધોરણ વિષયવાર સ્કેનીંગ ટેબલ શીટ ઉપલબ્ધ કરાવવાની રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો