ડમ્પર 'યમરાજ' બનીને આવ્યું:જૂનાગઢ-ભેસાણ રોડ પર બાઈકને અડફેટે લેતા ખાનગી કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીનું મોત

જુનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના ભેસાણ રોડ પર આજે એક કાળમુખા ડમ્પરના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર ખાનગી કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીના મોત નિપજ્યા હતા. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ-ભેસાણ રોડ પરથી ખાનગી કોલેજના પ્રોફેસર અમોલક ઉભદિયા અને વિદ્યાર્થી પાર્થ વેકરિયા બાઈક પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ ડમ્પર ચાલકે ટક્કર મારતા બંને રસ્તા પર પટકાયા હતા. ગંભીર ઈજાઓ થતા બંનેના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી બંનેની લાશનો કબજો લઈ પીએમ માટે ખસેડી હતી. પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...