તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ખાનગી અને રિપીટર 17,180 છાત્રો ધો. 10,12ની પરીક્ષા આપશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક વર્ગમાં માત્ર 20 છાત્રો રહેશે : 15 જુલાઇનાં પરીક્ષા શરૂ થશે

જૂનાગઢ જિલ્લામાં ખાનગી અને રીપીટર વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી તા.15 જુલાઇથી યોજાશે.ધો.10માં જૂનાગઢ ઝોનમાં 5420 વિદ્યાર્થી 29 કેન્દ્રમાં પરીક્ષા આપશે. જ્યારે કેશોદ ઝોનમાં 33 કેન્દ્રમાં 6580 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 22 કેન્દ્રમાં 4400 વિદ્યાર્થી અને 12 વિજ્ઞાન પ્રવાહમાં ૪ કેન્દ્રમાં 780 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોવીડ ગાઇડ લાઇનના પાલન માટે દરેક બ્લોકમાં 20 વિધાર્થી પરશીક્ષા આપશે.ડીઇઓ આર.એસ.ઉપાધ્યાયએ કહ્યું કે, પરીક્ષામાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવવામાં આવશે.

માસ્કની વ્યવસ્થા રખાશે. બ્લોક સેનીટાઇઝ કરાશે. અને એક બ્લોકમાં ફક્ત 20 પરીક્ષાર્થી રહેશે. તમામ કેન્દ્રો સીસીટીવી થી સજ્જ છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરને જોષીપુરા, ગીરનાર, અક્ષરવાડી અને દાતાર એમ ૪ ઝોનમાં વહેંચી પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં જોષીપુરા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓના ત્યા અક્ષરવાડી વિસ્તારના વિદ્યાર્થીઓને એ સાઇડની નજીકની સ્કુલોમાં નંબર આપવામાં આવેલ છે. જેથી જે-તે વિસ્તારના વિદ્યાર્થીનો 1.5 કિ.મી.ના વિસ્તારમાં સ્કુલ મળી રહે દુર જવું પડશે નહી.

અન્ય સમાચારો પણ છે...