હુકમ:જૂનાગઢના કુખ્યાત શખ્સ સાથે રહેવાની કેદીઓએ પણ ના પાડી, કેદીઓએ કોર્ટમાં અરજી કરતાં રાજકોટ ખસેડવો પડ્યો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 થી વધુ ગુનામાં સંડોવાયેલો હોઇ કેદીઓ સાથે મારામારી કરે એવી શક્યતા

જૂનાગઢ શહેરના એક કુખ્યાત શખ્સ સાથે રહેવા જેલના કેદીઓ પણ તૈયાર નથી. તે જેલમાં પણ બીજા કેદીઓ સાથે મારામારી કરે એવી ભિતી હતી. આથી પોલીસે તેને પકડ્યા બાદ કેદીઓએ તેને જૂનાગઢ જેલમાં ન રાખવા કોર્ટમાં અરજી કરતાં કોર્ટે તેને રાજકોટ જેલમાં ટ્રાન્સફર કર્યો હતો.આ અંગેની વીગતો આપતાં જૂનાગઢ જેલનાં સુપ્રીટેન્ડન્ટ ગોહિલે જણાવ્યું હતું કે, જૂનાગઢ પોલીસે હજુ ત્રણેક દિવસ પહેલાંજ મોહસીન ઉર્ફે હોલેહોલે ફિરોજભાઇ મલેક (ઉ. 28) નામના શખ્સને વેપારી પાસેથી ખંડણી માંગવાના ગુનામાં પકડ્યો છે. પણ તેને જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કરાતાં જૂનાગઢ જેલમાં મોકલવાનો હતો.

આ વાતની જૂનાગઢ જેલનાં કેદીઓને ખબર પડતાં 10 થી 15 કેદીઓએ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, મોહસીન ઉર્ફે હોલેહોલેને જો જૂનાગઢ જેલમાં રાખવામાં આવશે તો તેઓના જીવ પર જોખમ રહેવાની ભિતી છે. આ શખ્સ 20 થી વધુ ગુનામાં સંડોવાયેલો હોઇ તેઓ સાથે પણ મારામારી કરે એવી શક્યતા છે. આથી કોર્ટે અરજી માન્ય રાખી તેને રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...