ફરાર કેદી ઝડપાયો:જૂનાગઢ સિવિલના કેદી વોર્ડમાંથી 6 મહિના પૂર્વે ભાગી છૂટેલો કેદી કાલાવડના ગુંદાસરી ગામમાંથી ઝડપાયો

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પકડાયેલ કેદી - Divya Bhaskar
પકડાયેલ કેદી
  • કોરોનાની બીજી લહેર દરમિયાન કેદી વોર્ડમાંથી ફરાર થયો હતો
  • એલસીબીએ બાતમીના આધારે કાલાવડ તાલુકાના ગુંદાસરી ગામેથી ઝડપી લીધો

કોરોનાની બીજી લહેર દરમ્યાન જૂનાગઢ સિવિલ હોસ્પિટલના પાંચમા માળે આવેલા કેદી વોર્ડમાંથી ફરાર થઈ ગયેલા કેદીને છ માસ બાદ એલસીબીએ કાલાવડ તાલુકાના ગુંદાસરી ગામેથી પકડી લઈ એ ડિવિઝનને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મૂળ અલીરાજપુર જિલ્લાના જડુલી ગામનો ગોરધન રાયસિંગ નાયક ઉ.વ.25 દુષ્કર્મ અને હત્યાના આરોપમાં 2016થી જૂનાગઢ જિલ્લા જેલમાં કેદ હતો. કોરોનાની બીજી લહેર દરમિયાન તેને કોરોના થઈ જતા સિવિલ હોસ્પિટલના પાંચમા માળે આવેલા કેદી વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન ગત તા.6-5-2021ના કેદી ગોરધન નાયક અને તેની સાથે રહેલો રવિ તુલસી સોલંકી નામનો કેદી પાંચમા માળેથી શૌચાલયની બારી તોડી નાસી ગયા હતા. રવિ અગાઉ પકડાઈ ગયેલ જયારે ગોરધન ફરાર હતો.

આ શખ્સ કાલાવડ તાલુકાના ગુંદાસરી ગામમાં હોવાની બાતમીના આધારે જૂનાગઢ એલસીબીએ ત્યાં તપાસ કરતા ફરાર થયેલો કેદી ગોરધન નાયક ત્યાંથી મળી આવતા તેને પકડી જૂનાગઢ લાવી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હતો. આમ હોસ્પિટલમાં પાંચમા માળે આવેલા કેદી વોર્ડમાંથી ફરાર થયેલો કેદી છ માસ બાદ પકડાય જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...