શાળામાં કોરોના:ગીર સોમનાથની ચાર સ્કૂલોમાં આચાર્ય, વિદ્યાર્થી અને ત્રણ શિક્ષકો કોરોના સંક્રમિત બનતા ખળભળાટ

ગીર સોમનાથ16 દિવસ પહેલા
  • ચારેય સ્‍કુલોમાં આગામી સાત દિવસ સુઘી ઓફલાઇન શિક્ષણ બંઘ રાખવાનો આદેશ કરાયો
  • સંક્રમિત શિક્ષકો અને વિદ્યાર્થી ના સંપર્ક માં આવેલ લોકો ના ટેસ્ટીગ હાથ ધરવામાં આવ્યા

કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્‍ચે 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાના કાર્યક્રમનો શુભારંભ થયો છે. એવા સમયે જ ગીર સોમનાથ જીલ્‍લાની સ્‍કુલોમાં કોરોનાનો વિસ્‍ફોટ થયાનું સામે આવ્‍યુ છે. જેમાં જુદી જુદી ચાર સ્‍કુલોના એક આચાર્ય, ત્રણ શિક્ષકો તથા એક વિઘાર્થીને કોરોનાનું સંક્રમણ થયાનું સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. કોરોના કેસો સામે આવતા ચારેય સ્‍કુલોમાં આગામી સાત દિવસો સુઘી ઓફલાઇન શિક્ષણ બંઘ કરવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. કોરોના આવતા શિક્ષણ જગતમાળ ખળભળાટ મચી ગયો છે.

હજુ બે દિવસ પહેલા જ વેરાવળ તાલુકાની બાદલપરા પ્રાથમીક શાળામાં શિક્ષક અને વિઘાર્થી કોરોના પોઝિટિવ આવ્‍યા હતા. ગઇકાલથી જ રાજયભરની સ્‍કુલોમાં 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાનો કાર્યક્રમ શરૂ થયો છે. એવા સમયે જ આજે ગીર સોમનાથ જીલ્‍લાની જુદી-જુદી ચાર સ્‍કુલોમાં કોરોના પોઝિટિવના પાંચ કેસો સામે આવ્‍યા છે. જે અંગે પ્રાપ્‍ત વિગતો મુજબ જીલ્‍લા મથક વેરાવળમાં કાર્યરત આદિત્‍ય બિરલા પબ્‍લીક સ્‍કુલના બે શિક્ષકો તથા જે.પી.પ્રાથમીક શાળામાં ઘો.7 માં અભ્‍યાસ કરતો વિઘાર્થી, વેરાવળ તાલુકાના આદ્રી પ્રાથમીક શાળાના એક શિક્ષક તથા ગીરગઢડાની શાળાના આચાર્ય કોરોના પોઝિટિવ આવ્‍યા છે. આમ, એક આચાર્ય, ત્રણ શિક્ષકો અને એક વિઘાર્થી કોરોના સંક્રમિત હોવાનું સામે આવતા શિક્ષણ અને આરોગ્‍ય વિભાગમાં દોડઘામ મચી ગઇ છે. હાલ કોરોના સંક્રમિત આવેલા તમામને કોરોન્‍ટાઇન કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

જીલ્‍લામાં શિક્ષકો-વિઘાર્થી કોરોના પોઝિટિવ આવેલ તે ચારેય સ્‍કુલોમાં આગામી સાત દિવસ સુઘી ઓફલાઇન શિક્ષણ બંઘ કરવાનો શિક્ષણ વિભાગએ આદેશ કરેલ છે. સંક્રમિત આચાર્ય, શિક્ષકો અને વિઘાર્થીના સંપર્કમાં આવેલ સાથી ગણો સહિતના લોકોના કોરોના ટેસ્‍ટ કરાવવાની કામગીરી આરોગ્‍ય વિભાગએ હાથ ઘરી છે. આમ, કોરોના કેસો દિન-પ્રતિદિન વઘી રહયા હોવાથી ત્રીજી લહેર આવવાના ભણકારા વાગી રહયા છે એવા સમયે ગીર સોમનાથ જીલ્‍લાની સ્‍કુલોમાં કોરોના પગપેસારો કરી રહયાના સામે આવતા કીસ્‍સાઓથી વાલીગણ, શિક્ષકગણ સૌ કોઇ ચિંતા પ્રસરી ગઇ છે. સ્‍કુલોમાં કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્‍તપણે પાલન કરાવવાની માંગણી વાલીગણ કરી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...