હવે विकासाय नम:વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જૂનાગઢની સભામાં કહ્યું, મનમાં વિચાર આવ્યો છે તો હવે નક્કીજ રાખજો, કાંઇક ઉપાય શોધીશું

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વિકાસકર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. પરંતુ તેમાં જૂનાગઢ જિલ્લો નથી. એવો કચવાટ લોકોમાં હતો. જેને નરેન્દ્ર મોદીએ જિલ્લાની લગભગ આર્થિક જીવાદોરી બની શકે એવા પ્રોજેક્ટ પોતાના મનમાં છે એવી વાત કરીને દૂર કરી દીધો હતો.તેમણે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પણ આ અંગેની ઘણી આશાઓ વ્યક્ત કરી છે. હવે નવું કામ મગજમાં ભરાણું છે. કેશોદનું એરપોર્ટ ફરી જીવતું થઇ ગયું છે. ત્યારે હવે તેને મોટું બનાવીએ. અહીંની કેરી, ફળફળાદિ, શાકભાજીની સીધી વિદેશમાં નિકાસ થાય. અને વિદેશથી સહેલાણીઓ સીંહની ગર્જના સાંભળવા સીધા કેશોદ પ્લેનમાં ઉતરે. એટલે અધિકારીઓને હવાઇ પટ્ટી જરા લાંબી કરવા સુચના આપી. અને એમ પણ કહ્યું છે કે, જરા જલ્દી કરજો મારે પાછું જૂનાગઢ જવાનું છે.

હવે વિચાર આવ્યો છે ત્યારે તમે તો નક્કીજ સમજજો. મારા જૂનાગઢને પણ દુનિયા સાથે જોડાવા અને વિકાસના ફળનો લાભ મળવો જોઇએ. આ દત્તાત્રેયનાં તપસ્વીઓની ભૂમિ છે. ત્યારે દરેક હિન્દુસ્તાનીને અહીં ખેંચી લાવવા છે. તેમણે ગીરનાર રોપ-વે વિશે કહ્યું હતું કે, તે કેટલી મુશ્કેલી માંથી નીકળ્યો. આ તમે મને દિલ્હી મોક્લ્યો એટલે તમારી ઇચ્છા પૂરી થઇ શકી. લોકો મને ફોટા મોકલે છેકે, અમારા વૃદ્ધ માગીને રોપ-વેમાં અંબાજીનાં દર્શને લઇ ગયા. વડાપ્રધાને વકતવ્યની શરૂઆતે કહ્યું હતું કે, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર ગુજરાતમાં પર્યટનની રાજધાની બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...