તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પ્રાથમિક શાળાનો સમય 1 સપ્ટે.થી રાબેતા મુજબ, 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ની શાળા શરૂ થતા નિર્ણય

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8ના બાળકો માટે ઓફલાઇન શિક્ષણ શરૂ થવાનું છે. પરિણામે પ્રાથમિક શાળાનો સમય 1 સપ્ટેમ્બરથી રાબેતા મુજબ યથાવત રાખવા જણાવાયું છે. આ અંગે ડીઇઓ આર. એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ગાંધીનગર સ્થિત પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્રમાં જણાવાયું છે કે,અગાઉ ટેલીફોનીક સુચના મુજબ પ્રાથમિક શાળાનો સમય 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી સવારનો રાખવામાં આવ્યો હતો.

દરમિયાન હવે 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8ના ઉચ્ચ પ્રાથમિક શાળાઓનું શૈક્ષણિક કાર્ય પ્રત્યક્ષ ઓફલાઇન કરવામાં આવશે. ત્યારે પ્રાથમિક શાળાનો સમય હવે 1 સપ્ટેમ્બરથી રાબેતા મુજબ યથાવત રાખવા જણાવવામાં આવ્યું છે. દરમિયાન ધોરણ 6 થી 8નું પ્રત્યક્ષ શિક્ષણ સ્વૈચ્છિક રહેશે જેમાં વાલીની સંમતિ મેળવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...