સમસ્યા:વરસાદના કારણે આવક ઓછી થતા શાકભાજીના ભાવ આસમાને

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવ આસમાને પહોંચતા લોકો કઠોળ તરફ વળ્યાં - Divya Bhaskar
ભાવ આસમાને પહોંચતા લોકો કઠોળ તરફ વળ્યાં
  • ભાવમાં ડબલ વધારો થતા ગૃહિણીઓમાં ગણગણાટ શરૂ

ભારે વરસાદના કારણે આવક ઓછી થતી હોય શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓમાં ગણગણાટ થઇ રહ્યો છે. ખાસ કરીને ભાવોમાં ડબલ જેવો વધારો થયો હોય ગૃહિઓનું બજેટ ખોરવાઇ રહ્યું છે. ટમેટાના ભાવ સાંભળીને ગૃહિણીઓના ચહેરા લાલઘૂમ થઇ જાય છે. જ્યારે મરચા કરતા તેના ભાવ વધુ તીખા લાગી રહ્યા છે. ત્યારે ખાવું શું? તેવો સવાલ પણ ગૃહિઓમાં ઉઠવા પામી રહ્યો છે. દરમિયાન મધુરમના શાકભાજીના વેપારી દિપકભાઇ જેઠવાએ જણાવ્યું હતું કે, હાલ વરસાદના કારણે શાકભાજીની આવક ઓછી થઇ રહી હોય જેને લઇને ભાવમાં વધારો થયો છે. ગલકાં, ભીંડા, રીંગણા,દૂધી, ચોળી, ગુવાર, રીંગણા, ટમેટાં, કોબી, મરચાં, લીંબુ, આદુ, ધાણા, મેથીની ભાજી વગેરેના ભાવ બે ગણા થઇ ગયા છે. હજુ પણ વરસાદ પડી રહ્યો હોય ખેતરોમાં પાણી ભરાયેલા હોય ખેડૂત શાકભાજી ઉતારવા જઇ શકતો નથી. પરિણામે સામાન્ય દિવસો કરતા ઓછી આવક થતા ભાવ વધારો થઇ રહ્યો છે. વરાપ નિકળ્યા બાદ આવક વધતા ફરી ભાવોમાં ઘટાડો થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...