તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:રાજકિય પરિબળોથી થતી માજી સૈનિકોની બદલી અટકાવો, માજી સૈનિક ફાઉન્ડેશનની ડીડીઓને રજૂઆત

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાપુરના તલાટી મંત્રીની થતી બદલીનો મામલો

રાજકીય પરિબળોથી થતી માજી સૈનિકોની બદલી અટકાવવા માંગ સાથે ડીડીઓને સંબોધી આવેદન અપાયું છે. આવેદનમાં માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના પ્રમુખ આર. કે. પરમારે જણાવ્યું છે કે, શાપુર ખાતે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા કર્મી એસ.એન. રાઠોડ માજી સૈનિક છે. તેઓ રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા છે. તેઓ માળીયા હાટીના તાલુકામાં નોકરી કરતા હતા ત્યાંથી 2 વર્ષમાં શાપુરમાં બદલી કરી.

હવે તેમની બદલી માળીયા હાટીના તાલુકાના વડીયા જાનડી ગામે કરવામાં આવી છે. સર્વિસનું આ સ્થળ તેમના રહેઠાણ (જૂનાગઢ)થી 65 કિમી દૂર છે. 21 વર્ષ સુધી ઘર, પરિવારથી દૂર રહી ભારતીય સેેનામાં ફરજ બજાવ્યા બાદ હવે તેઓ તલાટી મંત્રીની કેડરમાં જોડાયા છે. ત્યારે સારી કામગીરી કરવા છત્તાં માત્ર રાજકીય કિન્નાખોરીથી તેમની થતી બદલી અટકાવવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...