માળિયાનાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માળિયા તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડીયા, ધરમપુરનાં સરપંચ દેવાયતભાઈ વાઢેરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત લઈ માળિયા પંથકના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી.
જેમાં ભાખરવડ ડેમમાંથી કેનાલ, વ્રજમી ડેમમાંથી કેનાલ દ્વારા સૌની યોજનાનું પાણી આપવું અને નવા ગાળોદર ગામનો પાકો રસ્તો બનાવવો અને માળીયા થી કડાયા- ગડુ સુધીના રોડનું સ્ટેટ હાઈવેમાં રૂપાંતર કરવું, મેંદરડા થી જલંધરગીર- લાડુડીગીરના રોડનું સ્ટેટ હાઇવેમાં રૂપાંતર, તાલુકાના ડેમો ઊંડા ઉતારવા, માળીયા રેલવે સ્ટેશને તાત્કાલિક સોમનાથ- બાંદ્રા ટ્રેનનો સ્ટોપ આપવો જેવા અનેક પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યોગ્ય કરવાની ખાતરી આપી હતી.બાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.