તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:ધો.10, 12ની પરીક્ષાની તૈયારીનો ધમધમાટ શરૂ

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્લોક, બિલ્ડીંગ, સીસીટીવી કેમેરા સહિતની ચર્ચા

આગામી સમયમાં લેવાનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ અંગે એક બેઠક યોજી પરીક્ષા બ્લોક, બિલ્ડીંગ, સીસીટીવી કેમેરા સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવશે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની આગામી સમયમાં પરીક્ષા લેવામાં આવનાર છે. ત્યારે આ પરીક્ષાને લઇ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠક 19 ફેબ્રુઆરી 2021ના એકલવ્ય પબ્લિક સ્કૂલ, ઝાંઝરડા રોડ ખાતે સાંજના 4 કલાકે યોજાશે. આ બેઠકમાં ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષા, તેના બ્લોક, બિલ્ડીંગ, સીસીટીવી કેમેરા સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ઉપસ્થિત રહેવા જૂનાગઢ જિલ્લા સંચાલક મંડળ (ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ), જિલ્લા આચાર્ય સંઘ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘનાં સભ્યોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો