તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુનાગઢ:ગીરનાર રોપ-વેના ટ્રાયલ માટેની તૈયારી શરૂ, ઓસ્ટ્રિયાની ટીમ પહોંચી, 9 નવેમ્બરે લોકાર્પણની શક્યતા

જુનાગઢ8 મહિનો પહેલા
ઓસ્ટ્રિયાની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું - Divya Bhaskar
ઓસ્ટ્રિયાની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું
  • ઓસ્ટ્રિયાથી 4 સભ્યની ટીમ જુનાગઢ આવી

ગીરનાર રોપવેને આખરી ઓપ અપાઇ રહ્યો છે. આગામી 9 નવેમ્બરે નું લોકાર્પણ કરવાની જોરશોરથી તૈયારી થઇ રહી છે અને ટ્રોલીની ટ્રાયલ માટે ઉષા બ્રેકો કંપની દ્વારા નિષ્ણાંતોને બોલાવાયા છે. આ માટેની ટીમ ઓસ્ટ્રિયાથી આવી પહોંચી છે. જાણવા મળ્યા મુજબ, ગીરનાર રોપવેને આખરી ઓપ આપવા માટે અને ટેસ્ટીંગ માટે ઓસ્ટ્રિયાથી એક્ષ્પર્ટની ટીમ જુનાગઢ આવી પહોંચી છે. હાલ રોપ-વે માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે.

કોરોનાથી બચવા ઓસ્ટ્રિયાના આવેલી ટીમ સ્થાનિકોને મળશે નહીં
આ ટીમ હવે રોપ-વેની આખરી ટ્રાયલ કરીને પછી જ પરત જશે. ત્યાં સુધી તેઓ અહીં જ રોકાશે. જોકે, આ ટીમના સભ્યો કોરોનાથી બચવા સ્થાનિક કોઇપણને ન મળવાની અને કોઇને નજીક ન આવવા દેવાની શરતે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, ગીરનાર રોપ વે માટે ઓસ્ટ્રિયન કંપની સાથે ઉષા બ્રેકોએ ટેક્નિકલ માર્ગદર્શનના કરાર કર્યા છે.

ઓસ્ટ્રિયન ટીમ જુનાગઢ આવી પહોંચી છે
ઓસ્ટ્રિયન ટીમ જુનાગઢ આવી પહોંચી છે

ઓસ્ટ્રિયામાં સૌથી વધુ પર્વતો છે ત્યાં રોપવે પણ ઘણા છે
યુરોપિયન દેશ ઓસ્ટ્રિયામાં સૌથી વધુ પર્વતો છે અને ત્યાં રોપવે પણ ઘણા છે. આથી ત્યાંના નિષ્ણાંતોને રોપવેમાં ભવિષ્યમાં કેવી કેવી મુશ્કેલીઓ આવી શકે. તેની સામે અકસ્માત ન થાય એ માટે શું કરી શકાય તેનો સારો એવો અનુભવ હોય છે.

રોપ-વે શરૂ થયા પછી ગીરનાર પર વધુ મજૂરો જોઇશે
ગીરનાર રોપ-વે શરૂ થયા પછી યાત્રિકોનો પ્રવાહ વધશે. લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી જવા રસ્તામાં પગથોભ માટે ખાણીપીણીની દુકાનોએ ઉભું રહેવું પડશે. આથી ત્યાં માલ-સામાનની ખપત વધશે અને એ પહોંચાડવા પાછા વધુ મજૂરો જોઇશે. હાલની તકે રોપ-વેમાં માત્ર યાત્રાળુઓ માટે જ મંજૂરી મળી છે. માલ-સામાન માટે મંજૂરી નથી મળી. ગીરનાર પર સામાન પહોંચાડતા મજૂરોની માંગ વધવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને અંબાજીથી જૈન દેરાસર અને અંબાજીથી ગુરૂ દત્તાત્રેય વચ્ચેનો ટ્રાફિક ખૂબ જ વધી જશે એવી શક્યતા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો