પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ:વંથલી નજીકનાં શાપુરમાં રામ મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ : મહાઆરતી થશે, શોભાયાત્રા નિકળશે

શાપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુસ્લિમ સમાજ દ્વારા પુષ્પવર્ષાથી સ્વાગત કરાશે, ઘેર ઘેર દિપપ્રાગટ્ય કરાશે

જૂનાગઢ પાસેના શાપુર ગામે તા. 4 થી 6જૂનના રોજ દાતાઓના સહકાર તેમજ આર્થિક સહયોગથી રામમંદિરની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠાનો ધર્મોત્સવ યોજાશે. જેના ભાગરૂપે યુવાનો દ્વારા શાપુરની શેરીઓમાં કેસરી તોરણને કારણે ગામ ભગવા રંગથી રંગાઈ ગયું છે.

ગામમાં ઝળહળતી રોશનીને કારણે સમગ્ર ગામ ઝગમગી ઉઠ્યું છે. તેમજ ધુવાળાબંધ ગામ જમણવાર માટે રસોઈ માટે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવમાં નગરયાત્રા, મહાઆરતી, શોભાયાત્રા, ઘરે ઘરે તોરણ લગાડી તેમજ ઘરે દીપ સાથે સમગ્ર ગ્રામજનો ભગવાન રામની આરાધના કરશે પ્રથમ દિવસે ડી. જે. સાઉન્ડના સથવારે સમગ્ર ગ્રામજનો જયશ્રી રામના જયઘોષ સાથે નગરયાત્રા કરશે તેમજ ધર્મસભાનું આયોજન કરાયું છે.

આ ધર્મસભામાં અનેક સંતો, ધર્મગુરુઓ પોતાનું ધાર્મિક રસપાન કરાવશે. આ પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા પણ પણ ભગવાન રામની શોભાયાત્રાનું સ્વાગત કરી કોમી એકતાનો સંદેશ આપશે. અંતિમ દિવસે સમગ્ર શાપુર ધુવાળાબંધ જમણવારનું આયોજન કરાયું છે. તેમજ રાત્રીના કાનગોપીનો ભવ્ય કાર્યક્રમ પણ યોજાશે. આ મહોત્સવને સફળ બનાવવા સરપંચ ટીનુભાઈ ફળદુ, કથાકાર મનોજભાઈ ભટ્ટ, હિન્દૂ ઉત્સવ સમિતિના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...