ગરવા ગિરનારના 5,000 પગથિયે બિરાજમાન માં અંબાનો પોષસુદ પૂનમના પ્રાગટ્યોત્સવ હોય ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે મંદિરના મહંત મોટાપીર બાવા તનસુખગિરી મહારાજે જણાવ્યું હતું કે, રોપ-વે ઉપરાંત ગિરનારની સીડી ચડીને પણ મોટી સંખ્યામાં ભાવિકો આવ્યા હતા.
ત્યારે આ વખતે નવતર પ્રયોગ કર્યો હતો. માના દર્શને આવનાર સામાન્યમાં સામાન્ય ભાવિક પણ વિધીનો લાભ લઇ માના આશિર્વાદ મેળવી શકે તે માટે મંદિરના ગર્ભગૃહમાં રહેલી નાની મૂર્તિને બહાર મૂકી તેના પર અભિષેક સહિતની વિધી કરાવી હતી જેનો દરેક ભાવિકોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
દરમિયાન અંદાજે 12,000થીવધુ ભાવિકોએ માતાને શિશ નમાવી આશિષ મેળવ્યા હતા. સવારના 7:30થી લઇને બપોરના 2:30 સુધી વિવિધ વિધી કરાવાઇ હતી. ભાવિકો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.