ગુજરાત વીજક્ષેત્રના ખાનગીકરણ અંગેના ઇલેકટ્રી સીટી એમેન્ડમેન્ટ બિલ 2021ને લઇને વીજ કર્મીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ બિલ પાછું ખેંચવાની માંગ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવા સાથે જો બિલ પાછું નહી ખેંચાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારાઇ છે.
આ અંગે જીઇબી એન્જીનિયર એસોસિએશનના જનરલ સેક્રેટરી એચ. જી. વઘાસીયાએ જણાવ્યું હતું કે, હાલમાં અનેક રાજ્યોમાં ખાનગી ક્ષેત્રને ઉર્જાક્ષેત્રની કામગીરી સોંપાઇ છે જે સદંતર નિષ્ફળ ગઇ છે. વીજળીના ખાનગી કરણથી વીજળી મોંઘી થશે જેનો ભાર સામાન્ય લોકો અને ખેડૂતો પર પડશેે. માટે ઇલેકટ્રી સિટી બિલ 2021નો વિરોધ કરીએ છીએ.
શહેરના આઝાદ ચોક સ્થિત પીજીવીસીએલ સર્કલ ઓફિસ ખાતે એકઠા થઇ વીજકર્મીઓએ બપોરે 2 થી 2:30 સુધી સૂત્રોચ્ચાર કરી આ બિલનો વિરોધ વ્યકત કર્યો હતો. જો આ બિલ પાછું ખેંચવામાં નહી આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી વીજકર્મીઓએ ચિમકી ઉચ્ચારી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.