ખેડૂતોનો આક્ષેપ:દિવસનો પાવર રાત્રે 2:30 વાગ્યે અને રાતનો રાત્રે 12:30 વાગ્યે!

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કિસાન સૂર્યોદય યોજનામાંથી ચિરોડા ફિડરની બાદબાકી ?
  • રાજકિય કિન્નાખોરી રખાતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ

મેંદરડા તાલુકાના ચિરોડા ફિડરની કિસાન સૂર્યોદય યોજનામાંથી જાણે બાદબાકી કરવામાં આવી હોય તેમ દિવસે વિજળી ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન રાજકીય કિન્નાખોરી રાખી દિવસે પાવર અપાતો ન હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

આ અંગે દાત્રાણા ગામના વિનોદભાઇએ જણાવ્યું હતું કે, ખેડૂતોને દિવસે પાવર મળે તે માટે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાયો છે. જોકે, તેમ છત્તાં તેમાંથી જાણે ચિરોડા ફિડરની બાદબાકી કરાઇ છે! પરિણામે દિવસનો પાવર રાત્રીના 2:30 વાગ્યાથી સવારના 12:30 વાગ્યા સુધી અપાય છે. જ્યારે રાત્રીનો પાવર રાતના 12:30થી સવારના 10:30 સુધી અપાય છે.

પરિણામે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વળી અન્ય તમામ ફિડરોમાં કિસાન સૂર્યોદય યોજના લાગુ કરાઇ છે પરંતુ ચિરોડાની બાદબાકી કરતા તે ફિડર હેઠળ આવતા ચિરોડા, દાત્રાણા, ગુંદાળા સહિત અનેક ગામના ખેડૂતોની મુશ્કેલી વધી છે. દરમિયાન તાલુકા પંચાયતની ચૂંટણી હારી જતા આ રાજકીય કિન્નાખોરી રાખી દિવસે પાવર આપવામાં આવતો ન હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...