આ વર્ષે ચોમાસા વહેલું હોવાના સંકેતો મળી રહ્યાં છે.જેથી ખેડૂતો એ પણ વાવણી કાર્યને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે.જો કે હજુ અનેક વિસ્તારોમાં ઉનાળુ પાક ખેતરમાં ઉભો છે જે હજુ તૈયાર થવાને 10 થી 15 દિવસ નીકળી જશે જેથી ચિંતિત પણ બન્યાં છે.છેલ્લા કેટલાક દિવસથી લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યાં છે.ત્યારે જ એક સારા સમાચાર પણ મળી રહ્યાં છે.
કારણ કે આગામી 27 મેથી સૌરાષ્ટ્ર ના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે અને આ ગતિવિધિમાં વધારો જોવા મળશે. એટલે કે 1 થી 10 જૂન સુધીમાં દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં 2 ઈંચ સુધી વરસાદ પડી શકે છે.જો આ દિવસોમાં વરસાદ પડશે તો ખેડૂતો પણ ગત વર્ષ કરતા વહેલું મગફળીનું વાવેતર કરી શકે છે.જો કે ચિંતા એ વાત ની પણ ખેડૂતોને સતાવી રહી છે.કે હજુ એવા અનેક વિસ્તારો છે કે જ્યાં ઉનાળુ પાક મગ,તલ,અડદ, બાજરી સહિતનો પાક હજુ ખેતરોમાં જોવા મળી રહ્યોં છે.જો વહેલો વરસાદ થયો તો આ પાકને પણ નુકસાન થઈ શકે છે.
આગોતરું વાવેતર શરૂ થશે
આગામી 20 મેં બાદ અનેક વિસ્તારોમાં કે જ્યાં હજુ કુવા,બોરમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા છે ત્યાં આગોતરા મગફળીના પાકનું વાવેતર શરૂ થઈ જશે.
હવે પછીના દિવસોમાં ગરમી ઘટશે
આ અંગેની કૃષિ હવામાન વિભાગ ના ધીમંત વઘાસીયાએ કહ્યું હતું કે હવે એક અઠવાડિયું ગરમીનું પ્રમાણ રહેશે બાદમાં ક્રમશ ઘટાડો જોવા મળશે.આ વર્ષે ચોમાસાનો પણ વહેલો પ્રારંભ થશે.
કેરીના પાકને નુકસાન થઈ શકે
વાત કરીએ કેરીના પાકની તો હજુ અનેક વિસ્તારોમાં કેરીનો ઉતારો પણ શરૂ થયો નથી.જો વરસાદ પડશે તો આ પાકને પણ વ્યાપક નુકસાન થઈ શકે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.