તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શક્યતા:મોરારિબાપુ ગિરનાર ઉપર રામકથા કરે એવી શક્યતા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને લઇ શ્રોતા વિનાની ઇ કથા માટે સર્વેની કામગિરી શરૂ

મોરારિબાપુ આગામી દિવસોમાં ગિરનાર પર્વત પર રામકથા કરે એવી શક્યતા છે. કોરોનાને લઇ આ રામકથામાં કોઇ પ્રત્યક્ષ શ્રોતા નહીં હોય. પણ તેનું ચેનલો પર જીવંત પ્રસારણ કરાશે. આ માટે સર્વેની કામગિરી હાલ ચાલી રહી છે. મોરારિબાપુની શ્રોતા વિનાની ઇ રામકથા માટે ગિરનાર પર્વત પર કમંડલ કુંડનું સ્થળ પસંદ કરવા સર્વેની કામગિરી ચાલી રહી છે. ખાસ કરીને તેના જીવંત પ્રસારણ માટે સતત વીજ પુરવઠો, ત્યાં કથાના દિવસોમાં રોકાણ અને ભોજનની વ્યવસ્થા, માઇક, સીસ્ટમ, અન્ય સામાન, વગેરે કેવી રીતે ઉપલબ્ધ થઇ શકે.

વળી સરકાર અને જૂનાગઢના સંતો-મહંતોની મંજૂરી મળ્યા પછીજ મોરારિબાપુ આ મામલે આગળ વધશે. જો બધી રીતે શક્ય બને તો કદાચ શરદપૂનમની આસપાસના દિવસોમાં આ રામકથા યોજાય એવી શક્યતા પણ જોવાઇ રહી છે. અગાઉ બાપુએ તલગાજરડામાં રામમંદિર, હનુમાન મંદિર, ત્રિભુવન કુટિયા પાસે તેમજ સેંજળમાં તેમના ગુરૂસ્થાન જ્ઞાન સ્વામીબાપાની સમાધિ પાસે તેમણે એકપણ શ્રોતા વિના રામકથા કરી છે. આ હવે તેમની પ્રત્યક્ષ શ્રોતા વિનાની પાંચમી રામકથા હશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો