ઉજવણી:વિકાસ સાથે પ્રદૂષણ વધ્યું હોઇ વૃક્ષ વાવી અટકાવો : ડીઆઇજી

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા વન મહોત્સવની ઉજવણી
  • વૃક્ષારોપણ સાથે માવજતની પણ જરૂર પર ભાર મૂકતા એસપી

રાજ્યકક્ષાના વનમહોત્સવ અંતર્ગત જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે વન મહોત્સવ 2021ની ઉજવણીને લઇ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત પોલીસ તેમજ અન્ય વિભાગના અધિકારી, પદાધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હોવાનું ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં અધ્યક્ષીય ઉદ્દબોધન કરતા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવારે જણાવ્યું હતું કે, વિકાસની સાથે પ્રદૂષણ પણ વધ્યું છે. ત્યારે વૃક્ષારોપણ કરી પ્રદૂષણ અટકાવી શકાય છે. જ્યારે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ વૃક્ષારોપણ સાથે તેના ઉછેર અને જતન પર ભાર મૂક્યો હતો. આ તકે મેયર ધીરૂભાઇ ગોહેલ, કમિશ્નર રાજેશ તન્ના, સીસીએફ કે. રાજેશ, ડીસીએફ ધિરજકુમાર મિત્તલ, એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટી,આર.બી. સોલંકી, જે.એમ.વાળા,પી.વી. ધોકડીયા, પી.એચ. જોશી વગેરેએ પણ વૃક્ષારોપણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...