તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર ખાતે કાર્યરત ખાનગી સિમેન્ટ કંપની પ્રદુષણ ફેલાવતી હોવાનો મુદ્દો કોડીનારના ધારાસભ્ય મોહન વાળાએ વિધાનસભામાં ઉઠાવી સવાલો કર્યા હતા. જેના પગલે ગુજરાત પ્રદુષણ બોર્ડના અઘિકારીઓ કોડીનાર આવી સિમેન્ટ કંપનીના પ્લાન્ટ નજીકના કુવાના સેમ્પલો લઇ પરીક્ષણ અર્થે મોકલવા તજવીજ હાથ ઘરી છે.
ખેડૂતોની જમીનો ખરાબ થઇ અને કુવાના પાણી લાલ થઇ ગયા
કોડીનારમાં આવેલી ખાનગી સિમેન્ટ કંપની ફરી એક વખત વિવાદમાં સપડાયાના એંઘાણ જોવા મળી રહ્યા છે. કારણ કે, કોડીનારના ધારાસભ્ય મોહન વાળાએ વિધાનસભા સત્રમાં ખાનગી સિમેન્ટ કંપનીના કારણે ખેડૂતોના કુવાના પાણી અને પાકો પર ભારે અસર થઇ હોવાનો સનસનીખેજ આરોપ લગાવતા જણાવ્યું કે, સિમેન્ટ કંપની વિદેશથી કોલસો મંગાવે છે. જેના પરીવહન દરમ્યાન રસ્તામાં ખેડૂતોના ખેતરોમાં ઉડે છે તેમજ જે સ્થળે કોલસો સ્ટોરેજ કરે છે તે સ્થળની આજુબાજુના 14 ખેડૂતોની જમીનો ખરાબ થઇ જવાની સાથે તે ખેતરોના કુવાના પાણી લાલ થઇ ગયા છે. જેથી ખેડૂતો ખેતી કરી શકતા નથી. આ અંગે ખેડૂતોએ જીલ્લા વહીવટી તંત્ર સહિતના સંબંઘિત વિભાગના અધિકારીઓને ફરીયાદ કરી હોવા છતાં કોઇ પરિણામ આવ્યુ નથી. વારંવાર ખાનગી સિમેન્ટ કંપનીના પ્રદુષણની ફરિયાદ કર્યા બાદ પણ યોગ્ય કાર્યવાહી થતી નથી. ત્યારે સિમેન્ટ કંપની સામે તપાસ કરી ખેડૂતોને ન્યાય અપાવવા માંગણી છે.
સીમેન્ટ કંપનીના પ્રદુષણનો મામલો
વિધાનસભાના ફલોર પર ઉઠયા બાદ કુંભકર્ણ નિંદ્રામાંથી જીપીસીબી જાગ્યું હોય તેમ તાબડ તોડ કોડીનાર ખાતે અધિકારીઓ દોડી આવી તપાસ હાથ ઘરી હતી. જેમાં પ્રદુષણ બોર્ડના અધિકારીઓએ કંપનીની આસપાસની જમીનના અને પાણીના કુવાના સેમ્પલ લીધા હતા. જો કે, જીપીસીબીના અધિકારીઓએ કેમેરા સામે બોલવા સ્પષ્ટ ઇન્કાર કરી દીઘો હતો. જોકે આખરે જીપીસીબીના અધિકારી એમ.આર.મકવાણાએ સ્વીકાર્યું કે, સિમેન્ટ કંપની નજીકમાં આવેલા કુવાના પાણીનો રંગ બદલ્યો છે. કુલ 11 સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પરીક્ષણ અર્થે મોકલવામાં આવશે.
જ્યારે ખેડૂત ભીખુ ભરગાના કહેવા મુજબ માત્ર ફોર્મલિટી માટે જ તપાસ થઈ રહી છે. સાચી હકીકત કયારેય બહાર આવતી નથી. ત્યારે કોડીનારની ખાનગી સિમેન્ટ કંપની દ્વારા લવાતો કોલસો અને કેમીકલને લઇ ભૂતકાળમાં પણ અનેક વખત ફરિયાદો ઉઠી હતી. પરંતુ દર વખતે સબ સલામત હોવાના દાવા કરી મામલો શાંત પાડી દેવામાં આવતો હતો. ત્યારે ફરી એક વખત હરકતમાં આવેલું જીપીસીબી અંબુજા કંપની વિરૂઘ્ઘ પગલાં ભરે છે કે પછી ફરી એક વાર સબ સલામતનો દાવો કરે તે જોવું રહેશે.
Sponsored By
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.