ગ્રામપંચાયતનું આખરી ચિત્ર:જૂનાગઢ જિલ્લામાં ગ્રામપંચાયતની ચુંટણી માટે 338 ગામોના મતદાન મથકોએ પહોંચવા પોલિંગ સ્ટાફ રવાના

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી જીતવા માટે છેલ્લી અંતિમ ખેલાતા દાવપેચ
  • જિલ્લામાં 265 સંવેદનશીલ અને 164 અતિસંવેદનશીલ મતદાન મથક પર વિશેષ બંદોબસ્ત

જૂનાગઢ જિલ્લામાં 19 ડીસેમ્બરના 338 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. જેના માટે આજે બપોરબાદ પોલીંગ સ્ટાફ મતપેટીઓ અને અન્ય સાહિત્ય સાથે મતદાન મથક પર પહોંચવા રવાના થયો છે. જિલ્લામાં કુલ 787 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. જેમાંથી 265 મથક સંવેદનશીલ અને 164 મતદાન મથક અતિસંવેદનશીલ છે.જ્યાં વિશેષ બંદોબસ્ત રાખવામાં આવશે.

જૂનાગઢ જિલ્લામાં કુલ 412 ગ્રામ પંચાયતની સામાન્ય અને 17 ગ્રામપંચાયતની પેટાચૂંટણી જાહેર થઈ હતી. ગ્રામ પંચાયત સમરસ બન્યા બાદ હવે તા.19 ડીસેમ્બરના જિલ્લાની 338 ગ્રામ પંચાયતના 333 સરપંચ અને 1882 વોર્ડના સભ્યોની ચુંટણી યોજાશે.હવે ચૂંટણીને એક દિવસ જ આડે રહ્યો છે.ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરવા આવી છે.ગ્રામ પંચાયતની ચુંટણી બેલેટપેપરથી યોજાનાર હોવાથી કુલ 11.60 લાખ બેલેટ પેપર છપાવવામાં આવ્યા છે.

338 ગ્રામ પંચાયતની ચુંટણીમાં કુલ 5143 જેટલા કર્મચારીઓ પોલીંગ સ્ટાફ તરીકે ફરજ બજાવશે.આથી આજે બપોરે જે તે તાલુકા મથકેથી રૂટ ગોઠવી પોલીંગ સ્ટાફને ગામડા ફાળવવામાં આવશે.અને તે મુજબ મત પેટી બેલેટ પેપર અને અન્ય સાહિત્ય સોંપી તેઓને રવાના કરવામાં આવશે.અને બપોરબાદ પોલીંગ સ્ટાફ જે તે મતદાન મથક પર પહોંચી જશે.

જિલ્લાની 338 ગ્રામ પંચાયતની 787 મતદાન મથક પર ચુંટણી યોજાશે.જેમાં 265 સંવેદનશીલ અને 164 અતિસંવેદનશીલ મતદાન મથક છે.જ્યાં વિશેષ બંદોબસ્ત અને પોલીસ પેટ્રોલીંગ રાખવમાં આવશે. હવે મતદાનને એક દિવસ રહ્યો છે.ત્યારે સરપંચ અને સભ્ય પદના ઉમેદવારો દ્વારા પોતાની તરફેણમાં મતદાન થાય તે માટે પ્રયાસ કરવામાં લાગ્યા હતા.

જૂનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 6 ડીવાયએસપીના માર્ગદર્શનમાં 7 પી.આઈ., 31 પીએસઆઈ, 913 પોલીસ જવાન, 1284 જીઆરડી, 67 હથિયારધારી એસઆરપી જવાન મળી કુલ 2100 સુરક્ષા કમીઓ બંદોબસ્તમાં રહેશે.

જિલ્લામાં ભેંસાણ તાલુકામાં 46764 મતદારો, જૂનાગઢ તાલુકામાં 82271 મતદારો, કેશોદ તાલુકામાં 57207 મતદારો, માળિયા તાલુકામાં 97505 મતદારો, માણાવદર તાલુકામાં 41944 મતદારો, માંગરોળ તાલુકામાં 68254 મતદારો, મેંદરડા તાલુકામાં 52878 મતદારો, વંથલી તાલુકામાં 29812 મતદારો અને વિસાવદર તાલુકામાં 72353 મતદારો મળીને જિલ્લામાં કુલ 581311 મતદારો નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...