ગ્રામપંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ:જૂનાગઢ જિલ્લામાં 338 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન, સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 69.75 ટકા મતદાન

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા - Divya Bhaskar
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
  • જિલ્લામાં 787 મતદાન મથકો પર 5.81 લાખ મતદારો સરપંચ અને વોર્ડ સભ્યો ભાવિ નક્કી કરશે

જૂનાગઢ જિલ્લામાં 338 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 69.75 ટકા મતદાન થયું છે. જિલ્લામાં 338 ગ્રામ પંચાયતોમાં 333 સરપંચો અને 1882 વોર્ડમાં સભ્યો માટેની ચૂંટણી માટે 787 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લામાં 5 લાખ 81 હજાર 311 મતદારો 333 સરપંચોનું ભાવિ નક્કી કરશે.

સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા

જૂનાગઢ જિલ્લામાં ચૂંટણીમાં 787 મતદાન મથકો પર મતદાન મથક દિઠ 2 પેટી મુજબ 1574 મતપેટીઓનો વપરાશ થશે. ચૂંટણીમાં કુલ 120 અધિકારી અને 5144નો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. જિલ્લામાં 5 લાખ 81 હજાર 311 મતદારો મતદાન કરી 333 ભાવિ સરપંચોને ચૂંટી કાઢશે.

જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાના હેડ ક્વાર્ટરમાં 21 ડિસેમ્બર સવારના 9 વાગ્યાથી મત ગણતરી હાથ ધરાશે. દરમિયાન કુલ 787 મતદાન મથકોમાંથી 265 મતદાન મથકો સંવેદનશીલ છે અને 164 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. પરિણામે આ મતદાન મથકો પર કોઇ માથાકૂટ ન થાય અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...