તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • Politics Heats Up As Seven Candidates, Including Two From The Party, Emerged As The Third Front In The Veraval Municipal Election Battle

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝટકો:વેરાવળ પાલિકાના ચૂંટણી જંગમાં ત્રીજા મોરચા તરીકે ઉપસેલી પાર્ટીના બે સહિત સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા રાજકારણ ગરમાયુ

વેરાવળ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પૂર્વ નગરપતિએ ત્રણ વોર્ડમાં ઉતારેલી પેનલ પૈકી બે વોર્ડમાંથી એક-એક સભ્‍યએ ફોર્મ પરત ખેંચતા પેનલ તુટી

વેરાવળ પાટણ પાલિકાની રસપ્રદ બની રહેલ ચૂંટણી જંગમાં આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે ત્રીજા મોરચા તરીકે ઉભરેલ રાષ્‍ટ્રવાદી જનચેતના પાર્ટીના બે સહિત સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા રાજકારણ ગરમાયુ છે. જેથી હવે પાલિકાની 44 બેઠકો પર 114 ઉમેદવારો મેદાનમાં રહયા હોવાનું જાણવા મળેલ છે. પાલિકાની ચૂંટણીમાં ત્રીજા મોરચા તરીકે ઝંપલાવનાર રાષ્‍ટ્રવાદી જનચેતના પાર્ટીની બે પેનલ તુટતા ઝટકો પડયો હોવાનું રાજકીય જાણકારો જણાવી રહયા છે.

વેરાવળ પાટણ પાલિકાની 44 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. ત્‍યારે સતાધારી ભાજપમાંથી ટિકિટ ફાળવણીથી નારાજ થઇ પૂર્વનગરપતિ રવિભાઇ ગોહેલ, પૂર્વઉપપ્રમુખ ઉદયભાઇ શાહની આગેવાની હેઠળ 12 સભ્‍યોએ ત્રણ વોર્ડમાં પેનલ બનાવી રાષ્‍ટ્રવાદી પાર્ટીમાંથી પાલિકા ચૂંટણી જંગમાં ઝંપલાવેલ હતુ. જેના કારણે પાલિકાનો ચૂંટણી જંગ ત્રીકોણીયો બની ગયો હતો. દરમિયાન ગઇકાલે ફોર્મ ચકાસણીમાં 44 ફોર્મ અમાન્ય થયા હતા. જેમાં વોર્ડ નં.5 ના ભાજપના ઉમેદવાર કેશરબેન ભાનુભાઇ ચુડાસમાએ શૌચાલયનો દાખલો રજુ ન કરતાં ફોર્મ રદ કરાયેલ હતુ. જયારે બહુજન સમાજ પાર્ટીના ઉષાબેન લાલજીભાઇ ચાવડાએ યોગ્ય મેન્ડેટ રજૂ ન કરતા ફોર્મ રદ કરાયેલ અને આપના ઉમેદવાર દેવેન્દ્ર માંડા ચોપડાએ ફોર્મ પરત ખેંચેલ હતુ.

આ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્‍યા

દરમિયાન આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેચી લીધું છે. જેમાં વોર્ડ નં.1 માંથી અર્ચના ભાર્ગવભાઇ ભટ, વોર્ડ નં.3 માંથી હસન અલી મલંગ, વોર્ડ નં.7 માંથી મનસુખ રામજીભાઇ સુયાણી, વોર્ડ નં.9 માંથી વિજય સામતભાઇ ગઢીયા, વોર્ડ નં.10 માંથી દિપક નારણ ચાંડેગરા, વોર્ડ નં.11 માંથી દેવીબેન ચુનીલાલ ગોહેલ, અમીત તુલસીદાસ કોટીયાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્‍યા છે.

અત્રે નોંધનીય છે કે, સોમનાથ ભુમીની પાલિકા ચૂંટણીનો જંગમાં ભાજપથી નારાજ અમુક નેતાઓએ કોંગ્રેસ તો અમુકએ અન્‍ય પાર્ટી અને અપક્ષો તરીકે ઝંપલાવ્‍યુ છે. પાલિકાની ચૂંટણીમાં કિંગ મેકર બનવા માટે પૂર્વનગરપતિએ ત્રણ વોર્ડમાં 12 સભ્‍યો સાથે પેનલ બનાવી રાષ્‍ટ્રવાદી જનચેતના પાર્ટીમાંથી ચૂંટણી જંગમાં ઝંપલાવતા ત્રીજા મોરચા તરીકે ઉપસી રહ્યુ હતુ. એવા સમયે પૂર્વનગરપતિની બે વોર્ડની પેનલના એક-એક સભ્‍યએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો