તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યાયની માગ:ઉનામાં પોલીસ કર્મીની પત્નીનો આપઘાત, પિયર પક્ષે સાસરીયાઓએ મરવા મજબૂર કર્યાના આક્ષેપ સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો, એક વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ

જુનાગઢ5 મહિનો પહેલા
ઉના પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી એક વ્યક્તિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો - Divya Bhaskar
ઉના પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી એક વ્યક્તિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો
  • પિયર પક્ષના લોકોએ ઉનાની મુખ્ય માર્ગ પર ચક્કાજામ કર્યુ, પોલીસ સાથે રકઝક કરતા મામલો બિચક્યો

ઉના પોલીસ સ્ટેશનના કર્મચારીની પત્નીએ બે દિવસ પહેલા જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આથી પરિણીતાના પિતાએ સાસરીયાઓના ત્રાસથી મારી દીકરીને મરવા મજબૂર કર્યાનો આક્ષેપ કર્યો છે. સાથે જ સાસુ, સસરા અને નણંદ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. તેમ છતાં ઉના પોલીસ આરોપીને પકડતી ન હોય તેવા આક્ષેપ સાથે પરિવારજનો અને સમાજના મોટી સંખ્યામાં લોકોએ આજે ઉના પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. તેમજ એક વ્યક્તિએ પોતાના શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે આ વ્યક્તિની અટકાયત કરી લીધી હતી.

ઉનાના મુખ્ય માર્ગ પર મહિલાઓ ઉતરી આવી ચક્કાજામ કર્યુ
ઉનાના મુખ્ય માર્ગ પર મહિલાઓ ઉતરી આવી ચક્કાજામ કર્યુ

ઉનાના મુખ્ય માર્ગ પર મહિલાઓએ ચક્કાજામ કર્યુ
મૃતક પરિણીતાના સગા અને અન્ય મહિલાઓએ ઉના પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. તેમજ શહેરના મુખ્ય માર્ગ પર ચક્કાજામ કર્યુ હતું. આ સાથે જ આરોપીની તાત્કાલિક અસરથી ધરપકડ કરવા માગ કરી હતી. ઉના પોલીસ સ્ટેશનની સામે જ પરિવારજનોએ પોલીસ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. પરિવારજનોએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. તેમજ ઉના પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાથે ગેરવર્તન કર્યુ હતું.

મૃતક પરિણીતાના ફોટા સાથે પિયર પક્ષના લોકો રોડ પર બેસી ગયા હતા
મૃતક પરિણીતાના ફોટા સાથે પિયર પક્ષના લોકો રોડ પર બેસી ગયા હતા

અમારી દીકરી માનસિક રીતે ભાંગી પડતા તે આત્મહત્યા કરવા મજબૂર બની હતીઃ મૃતકના પિતા
ઉનાની પરિણીતાએ બે દિવસ પહેલા પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યાં કરી હતી. આ મહિલાએ પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા ઉનાનાં જ યુવાન સાથે લગ્ન કર્યા હતા. યુવતીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, લગ્ન બાદ અવાર નવાર અમારી દીકરીને તેઓના સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિણીતાએ આ અંગે અવાર-નવાર પોતાના પિયર પક્ષને આ બાબતથી અવગત કર્યા હતા. પરંતુ સામાજિક પ્રતિષ્ઠા અને મોભાનું સ્થાન ધરાવનાર યુવતીના પરિવારજનો યુવતીને સમજાવીને, થોડું સહન કરીને પોતાનું ઘર સાંભળવા સમજાવતા હતા. યુવતીના પરિવારજનોના આક્ષેપ મુજબ આખરે અમારી દીકરી માનસિક રીતે ભાંગી પડતા તે આત્મહત્યા કરવા મજબૂર બની હતી.

(જયેશ ગોંધિયા, ઉના)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો