કાર્યવાહી:છરી,તલવાર, ધારિયા, ભાલા જેવા 25 હથિયારો પકડી પાડતી પોલીસ

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારત મિલના ઢોળા, દોલતપરા વિસ્તારમાં કોમ્બિંગ
  • બુટલેગર પાસેથી દેશી દારૂ, તલવાર, છરી કબ્જે કરી

ભારત મિલના ઢોળા વિસ્તારમાં બનેલ મારામારીના બનાવ બાદ પોલીસે કોમ્બિંગ કરી 25 જેટલા તીક્ષણ હથિયાર કબ્જે કર્યા છે. જ્યારે પ્રોહિબીશન બુટલેગર સામે પણ કાર્યવાહી કરાઇ છે. લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવતા જુદા જુદા વિસ્તારોમાં મારામારીના બનાવો વધી ગયા હતા. જેને પગલે રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ આપેલી સૂચના મુજબ આવા આરોપીને ઝડપી લેવા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં શહેરમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું. ખાસ કરીને ભારત મિલના ઢોળા, દોલતપરા વિસ્તારમાં 12 જેટલા પોલીસ અધિકારી અને 70 પોલીસ કર્મીઓને સાથે કોમ્બિંગ કરાયું હતું.

ચોરી, લુંટ, ખુન, મારામારી, જુગાર, દારૂ જેવા ગુન્હામાં પકડાયેલા ગુનેગારોનું લીસ્ટ બનાવી કોમ્બિંગ કરાયું હતું. કોમ્બિંગ દરમિયાન છરી, તલવાર, ધારીયા, ભાલા જેવા કુલ 25 તીક્ષણ હથિયાર મળી આવ્યા હતા. જ્યારે હાજર નહી મળી આવેલ આરોપી સામે પોલીસે જાહેરનામા ભંગના ગુના નોંધ્યા છે. જ્યારે પ્રોહિબીશન બુટલેગર ભીખુ ઉર્ફે ભીખશેઠ યુસુફભાઇ નારેજાને 10 લીટર દેશી દારૂ તેમજ તલવાર સાથે, દાદુ ગુલમહોમદ દેઠાને છરી સાથે, સલીમ યુસુફ નારેજાને છરી સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...