તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા કિમીયાનો પર્દાફાશ:ઉત્તરપ્રદેશથી કુરિયરમાં આવેલા વિદેશી દારૂના જથ્થાને પોલીસે કર્યો જપ્ત, ત્રણ શખ્સો સામે ફરિયાદ

જૂનાગઢ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુરીયરની ઓફીસે તપાસ કરી આઠ પાર્સલ ચેક કરતા 107 દારૂની બોટલો મળી
 • પાર્સલોમાંથી સ્‍પ‍િરિટ જેવી ગંધ આવતા થયો પર્દાફાશ

દારૂની હેરાફેરી કરવા બુટલેગરો અવનવા કિમીયા અવનવા અજમાવતા હોય છે. ત્‍યારે જૂનાગઢ પોલીસે આવા જ એક વિદેશી દારૂ સપ્‍લાય કરતા નવા કિમીયાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. જૂનાગઢની કુરિયર ઓફીસમાં નાના-મોટા આઠ જેટલા પાર્સલોમાં વિદેશી દારૂનો જથ્‍થો આવ્યો હોવાની માહિતી મળતા એલસીબી બ્રાંચએ તપાસ હાથ ધરી પાર્સલમાં પેકેટમાં આવેલી 107 વિદેશી દારૂની બોટલો કબ્‍જે લઇ ત્રણ શખ્‍સો સામે ગુનો વધું નોંધી તપાસ હાથ ધરી છે.

પાર્સલોમાંથી સ્‍પ‍િરિટ જેવી ગંધ આવતા થયો પર્દાફાશ
પોલીસમાંથી પ્રાપ્‍ત વિગતો અનુસાર જૂનાગઢના આઝાદ ચોકમાં આવેલા સંવાદ કોમ્‍પલેક્ષના અંડરગ્રાઉન્‍ડમાં આવેલ શ્રીનંદન કુરિયરની ઓફિસે ગઇકાલે સવારે એકસાથે આઠ જેટલા નાના-મોટા પાર્સલો ઉતર્યા હતા. આ પાર્સલોમાંથી સ્‍પ‍િરિટ જેવી ગંધ આવતા કુરીયરના સંચાલકે પાર્સલ મોકલનાર શખ્‍સને ફોન કરીને જાણ કરી હતી. એ સમગે પોલીસને મળેલી માહિતીના આધારે એલસીબી અને બી ડીવીઝનનો સ્‍ટાફ કુરિયરની ઓફિસે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં આઠ પાર્સલ ખોલતાં તેમાંથી 107 જુદી-જુદી વિદેશી બ્રાંડની 62 હજારની કિંમતની 107 બોટલો મળી આવી હતી.

ઉત્તરપ્રદેશથી આવ્યું પાર્સલ
પોલીસે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે, દારૂ નિકળેલા આઠ પાર્સલો ઉતરપ્રદેશના બહાદુરગઢથી અમિત નામના શખ્‍સે જૂનાગઢના નંદનવન વિસ્‍તારમાં રહેતા ફિરોજ હાજી બ્‍લોચ અને વાહીદ કુરેશીને મોકલ્‍યા હતા. જેના આધારે પોલીસે બે જૂનાગઢના અને એક ઉત્તરપ્રદેશના એમ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી પકડવા તજવીજ હાથ ધરી છે.

બુટલેગરો કરતા પોલીસ એક કદમ આગળ
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ શહેર અને જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારી કરાવવા પોલીસ કમરકસી કડક કાર્યવાહી કરી રહી હોવાથી બુટલેગરો અવનવા કિમીયા અપનાવી વિદેશી દારૂની હેરાફેરી કરે છે. બુટલેગરોએ નવો કિમીયો અપનાવ્‍યો હોવા છતાં દારૂનો જથ્‍થો ઝડપી લઇ પોલીસ બુટલેગરો કરતા એક કદમ આગળ હોવાનો દમ દેખાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો