તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવતર પ્રયોગ:મહાનગરપાલિકાની પેટા ચૂંટણીને લઇ પોલીસ સ્ટેશનના બદલે જુદા જુદા વિસ્તારોમાં પોલીસનો રોલકોલ

જૂનાગઢ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાહન ચેકીંગ, ફૂટ પેટ્રોલીંગ, સુપર કોપ બાઇક પેટ્રોલીંગ જારી

જૂનાગઢ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 6 અને 15માં પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચનાથી શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફ દ્વારા વાહન ચેકીંગ, ફૂટ પેટ્રોલીંગ, મોટર સાઇકલ પર પેટ્રોલીંગ, એરિયા ડોમીનેશન કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત ખાસ કરીને સરદાર પટેલ ચોક, બિલખા ગેઇટ, પંચેશ્વર સહિતના વિસ્તારોમાં સુપર કોપ બાઇક પેટ્રોલીંગ પણ ગોઠવવામાં આવ્યું છે. જ્યારે એ ડિવીઝન પોલીસ સ્ટેશનનો રોલકોલ પ્રદિપ પોલીસ ચોકી પાસે, બી ડિવીઝન પોલીસ સ્ટેશનનો રોલકોલ જોશીપુરા પોલીસ ચોકી પાસે, સી ડિવીઝન પોલીસ સ્ટેશનનો રોલકોલ લીરબાઇપરા ખાતે તેમજ મેંદરડા પોલીસ સ્ટેશન ખાતેનો રોલકોલ હુસેની ચોક ખાતે રાખવામાં આવેલ હતો. સામાન્ય રીતે રોલકોલ પોલીસ સ્ટેશન ખાતે જ રાખવામાં આવતો હોય છે પરંતુ ચૂંટણીને લઇને શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસનો રોલકોલ રાખવામાં આવી રહ્યો છે. આ રીતે પોલીસ દ્વારા પ્રજાને સલામતીનો અહેસાસ કરાવાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો