પોલીસની અપીલ:ફેસબુક મહિલા ફ્રેન્ડ શિકાર બનાવે એ પહેલાં પોલીસે યુવકને બચાવ્યો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોશ્યલ મિડીયાથી સંપર્ક કરી યુવકનો નગ્ન વિડીયો બનાવી નાણાં મંગાતા હતા
  • મહિલા ફેસબુક ફ્રેન્ડથી દુર રહેવા, ફ્રેન્ડ બનાવે તો વિડીયો કોલની જાળમાં ન ફસાવા પોલીસની અપીલ

ફેસબુક મહિલા ફ્રેન્ડસ દ્વારા અનેક લોકોને ફસાવી નગ્ન વિડીયો બનાવી નાણાં પડાવાઇ રહ્યા છે. જો નાણાં ન આપે તો વિડીયો વાઇરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી પણ અપાય છે. ત્યારે આવી રીતે મહિલા ફેસબુક ફ્રેન્ડે જૂનાગઢના યુવાનને ફસાવ્યો હતો જેને આ ગેન્ગના સભ્યો શિકાર બનાવે તે પહેલા જૂનાગઢ પોલીસે બચાવ્યો હતો. શહેરના એક યુવાનને ફેસબુક મહિલા ફ્રેન્ડે રિકવેસ્ટ મોકલી ફ્રેન્ડ બનાવ્યો હતો. બાદમાં કપડાં ઉતરાવી તેનો વિડીયો બનાવી નાણાંની માંગકરી હતી. જો નાણાં ન આપે તો વિડીયો વાઇરલ કરી સમાજમાં બદનામી કરવાની ધમકી પણ અપાતી હતી.

બાદમાં યુવકે સમાજમાં બદનામીના ભયથી આપઘાત કરવાનો વિચાર કર્યો અને રાત્રિના સમયે વાડીએથી પસાર થતા 2 સિંહની સામે ગયો હતો જેથી સિંહ શિકાર કરે તો સિંહના હુમલામાં મોત થયું ગણાય અને બદનામી અટકી જાય. પરંતુ સિંહે યુવકને ઇજા પણ ન કરી અને બાજુમાંથી પસાર થઇ ગયા હતા! બાદમાં યુવકે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી પોતાની વ્યથા વર્ણવી હતી. ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ યુવાનને ધરપત આપતા જણાવ્યું હતું કે, હવે ફોન આવે તો કહેવું કે, તારો નંબર અને રેકોર્ડિંગ ક્રાઇમ બ્રાન્ચને આપી દીધા છે તે તપાસ કરશે. ક્રાઇમ બ્રાન્ચ રૂપિયા દેવાની ના પાડે છે.

જરૂર જણાય તો મારો નંબર આપી દેવો. યુવકે આ રીતે કરતા ફોન આવતા બંધ થયા હતા. ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ લોકોને આવા ફેસબુક ફ્રેન્ડસથી દૂર રહેવા અને કદાચ ફ્રેન્ડ બનાવે તો વિડીયો કોલની જાળમાં ન ફસાવા જણાવ્યું છે. સાથે કોઇ અજુગતું પગલું ન ભરતા પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...