તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેલમાં મોબાઈલ:માંગરોળની સબ જેલમાં ભચાઉના કાચા કામના કેદી પાસેથી મોબાઈલ મળી આવતા પોલીસે ગુનો નોંધ્યો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીમકાર્ડ વગરનો મોબાઈલ કબજે કરીને જેલની ઝડતી લેવાઈ
  • તાજેતરમાં જૂનાગઢ જેલમાંથી મોબાઈલો મળી આવ્યા બાદ માંગરોળ જેલમાંથી મળતા ચકચાર

જૂનાગઢ જિલ્લાની માંગરોળની સબ જેલમાં આજે એક કેદી પાસે મોબાઈલ હોવાની હકીકત મળતા પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરતા એક કાચા કામના કેડી પાસેથી મોબાઈલ મળી આવતા તેને કબજે કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતરમાં જ ઉચકક્ષાએથી આવેલ પોલીસની ટીમએ જૂનાગઢ જેલમાંથી મોબાઈલો કબજે કરી જેલોમાં ચાલી રહેલ લોલલોલનો પર્દાફાશ કર્યો હતો. દરમ્યાન ગઈકાલે ફરી જૂનાગઢ જિલ્લાની માંગરોળ જેલમાંથી મળી આવેલ મોબાઈલ અંગે પ્રાપ્ત વિગતો મુજબ માંગરોળ સબ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા નાયબ મામલતદાર એ.બી.મેવાડાએ સબ જેલમાં રાઉન્ડ પર ગયા હતા.

જેલમાં રહેલ ગાર્ડ રાણવીરસિંહ સિસોદિયા સહિતના સ્ટાફે રાઉન્ડ મારતા કાચા કામના કેદી જીતુ ઉર્ફે જગદીશ નાથાભાઈ સુત્રેજાએ ગાર્ડને પ્લાસ્ટિકની કોથળીમાં એક સાદો મોબાઈલ આપીને આ મોબાઈલ અહી કાચા કામના કેદી તરીકે રહેલ કચ્છ ભચાઉના હાજી હસન સમા વાપરતો હોવાનું જણાવ્યું હતું. જે બાબતે સ્ટાફે સીમકાર્ડ વગરનો મોબાઈલ કબજે લઈને હાજી હસનની પૂછતાછ કરતા આ મોબાઈલ તેનો હોવાનું જણાવેલ હતું. જેને લઈને તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...