તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાઈડલાઈનનો ભંગ:કેશોદમાં મંજૂરી વગર જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવા બદલ VHP ના પ્રમુખ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
શોભાયાત્રાની તસ્વીર - Divya Bhaskar
શોભાયાત્રાની તસ્વીર
  • જન્માષ્ટમીના દિવસે સવારે 9 થી બપોરના 12 વાગ્યા સુધી શોભાયાત્રા કાઢી હતી
  • શોભાયાત્રામાં કોરોના ગાઈડલાઈનનો થયો હતો ભંગ

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં જન્માષ્ટમીના દિવસે તંત્રની મંજૂરી વગર VHP એ શોભાયાત્રા કાઢી હતી. જેમાં કોરોના ગાઈડલાઈનનો અને જાહેરનામાનો ભંગ થયો હોવાથી શોભાયાત્રા કાઢવાનું આયોજન કરનારા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સામે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાહેરનામાં ભંગ બદલ ગુનો નોંધાયોઆ મામલે કેશોદના ઇન્ચાર્જ પીઆઈ એન.બી. ચૌહાણે કેશોદના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ મેહુલ નાનજીભાઈ ગોંડલીયા સામે જાહેરનામાં ભંગ બદલ ગુનો નોંધ્યો છે. જેમાં પોલીસે જણાવ્યું કે, મેહુલભાઈ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ છે. તેઓએ હાલમાં કોરોનાનું જાહેરનામું અમલમાં હોવા છતાં ગત તારીખ 30 ઓગષ્ટને જન્માષ્ટમીના દિવસે સવારે 9 થી બપોરના 12 વાગ્યા સુધી શહેરમાં આવેલા રણછોડરાયજી મંદિરેથી મંજૂરી વગર શોભાયાત્રાનું આયોજન કર્યું હતું.

સોશિયલ ડીસ્ટન્સનો પણ થયો હતો ભંગતેઓએ શોભાયાત્રાને શહેરમાં ફેરવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શોભાયાત્રામાં માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સનો ભંગ પણ થયો હોય અને ડીજે વગડાવીને જાહેરનામાનો ભંગ કર્યો હતો. જે બદલ VHP ના પ્રમુખ મેહુલભાઈ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...