તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડો:વેરાવળમાં ત્રણ સ્થળોએ જુગાર અંગે પોલીસના દરોડા, એક મહિલા સહિત 21 જુગારીઓ સવા લાખની રોકડ સાથે ઝડપાયા

વેરાવળ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ પૈકી એક સ્થળે ઘરમાં જ્યારે બે સ્થળોએ જાહેરમાં ચાલી રહ્યુ હતું જુગારધામું

વેરાવળ શહેરમાં પોલીસે બાતમીના આધારે ત્રણ જુદા-જુદા સ્થળોએ જુગાર અંગે દરોડા પાડ્યા હતા. પોલીસે એક મહિલા સહીત 21 જુગારીઓને સવા લાખની રોકડ સાથે ઝડપી લઈ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો

સાતમ-આઠમના તહેવારો પૂર્ણ થઈ ગયા હોવા છતાં હજુ અમુક સ્થળોએ જુગારના પાટલા ધમધમી રહ્યા છે. ત્યારે વેરાવળ પોલીસે શહેરમાં ત્રણ સ્થળોએ જુગાર અંગે દરોડા પાડ્યા હતા. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અત્રેની ગોલારાણા સોસાયટીમાં રહેતી જયાબેન બચુભાઇ રાઠોડ ઉ.વ.55 તેના રહેણાંક મકાનમાં બહારથી લોકોને ભેગા કરી જુગાર રમાડી રહ્યા હતા અને પોતાના આર્થીક ફાયદા માટે નાલ ઉઘરાવી રહેલા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસે રોકડા રૂપિયા 85,140ની સાથે ઝડપી લીધા

પોલીસે જુગાર રમતા જયાબેન બચુભાઇ રાઠોડ, હિતેષ પ્રભુદાસભાઇ કશ્નાવડા, જીતેશ ભગવાનભાઇ વાઘેલા, પ્રેમજી મગનભાઇ અમાસરા, અલ્પેશ ચંદુભાઇ કશ્નાવડા, પરેશ ચંદુભાઇ વડાસરા, કાનજી જાદવભાઇ અમાસરા, હસમુખ ઉર્ફે બોલો શાંતીલાલ અમાસરા, રમેશ મગનભાઇ અમાસરા, સુરેશ કાન્તીલાલ અસાવલા અને વિશાલ ચંદુભાઇ વડેસરાને રોકડા રૂપિયા 85,140ની સાથે ઝડપી લીધા હતા. તેમજ તમામ જુગારીઓ સામે જુગાર ધારા કલમ 4, 5 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજો દરોડો વેરાવળના ભાલકા વિસ્તારમાં આવેલી હાઉસીંગ બીલ્ડીંગમાં પાડ્યો હતો. જ્યા જાહેરમાં જુગાર રમતા ફીરોજ કાદરભાઇ સુભાન, બહાદુરમિયા અકબરમીયા સીરાજી, અસ્લમ અલ્તાફભાઇ બ્લોચ, ગફાર હુસેનભાઇ તાજુ, ઇસ્માઇલ હુસેનભાઇ ભાદરકાને રોકડા રૂપિયા 14,550 સાથે પોલીસ સ્ટાફે ઝડપી લીધા હતા.

જુગારીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયો

આ ઉપરાંત વેરાવળના મફતીયાપરા વિસ્તારમાં સંજયનગરમાં જાહેરમાં જુગાર રમતા કૌશિક હેમતભાઇ ભજગોતર, નરેન્દ્ર પ્રવિણભાઇ ચાવડા, દિપક નગાભાઇ ભજગોતર, હારૂન અબુભાઇ ખોખર અને પ્રીતમ આલાભાઇ ચાડપાને રોકડા રૂપિયા 16,500ની સાથે ઝડપ્યા હતા. તેમજ તેમના વિરૂદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...