જુગારધામ ઝડપાયું:વેરાવળ-સુત્રાપાડા પંથકમાં ચાર સ્થળોએ પોલીસે દરોડા પાડી બે મહિલા સહીત 17 જુગારીઓને રૂપિયા 1.73 લાખની રોકડ સાથે ઝડપી પાડ્યાં

વેરાવળ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ મહિલા સહીત 13 જુગારીઓ નાસી છુટતા તમામને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
  • જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ પર અંકુશ લાદવા પોલીસની કડક કાર્યવાહી

વેરાવળ તાલુકાના ડાભોર તથા ડારી ગામમાં તેમજ સુત્રાપાડા તાબાના સીંગસર અને ઉંબરી ગામમાંથી જુગારધામું ઝડપાયું છે. પોલીસના આ ચારેય ગામમાં પાડવામાં આવેલા દરોડામાં રોકડા રૂ.1.22 લાખ તથા રૂ.51 હજારના મોબાઇલ મળી કુલ રૂ.1.73 લાખના મુદામાલ સાથે બે મહિલા સહીત 17 જુગારીઓને પોલીસે ઝડપી લીધા છે. તેમજ ત્રણ મહિલા સહીત 13 જુગારીઓ નાસી છુટતા તેઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આ દરોડા અંગે પોલીસે જુદા-જુદા ગુના નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગીર સોમનાથ જિલ્લામાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેંચાણની તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ કરવા પોલીસ તંત્રએ કમ્મર કસી છે. જે અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળના ડાભોર ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા રમેશ રાઠોડ પોતાના રહેણાંક મકાનમાં આર્થીક ફાયદા માટે બહારથી માણસોને ભેગા કરી જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે પોલીસ સ્ટાફે જુગાર અંગે દરોડો પાડી (1) રમેશ લખમણભાઇ રાઠોડ (2) ગોવિંદ સરમણભાઇ રાઠોડ (3) મનસુખ કેશવભાઇ ધારેચા (4) નારણ જેસાભાઇ ખુંટડ (5) ધનસુખ માંડાભાઇ જેઠવા (6) નરેશ માંડાભાઇ જેઠવા (7) નીલેશ ખીમાભાઇ બારીયા (8) વીમલ ઉકાભાઇ વાઢેર (9) મનસુખ કેશવની પત્ની સહીતનાને રોકડા રૂ.89,500 તથા ત્રણ મોબાઇલ ફોન કીં.રૂા.51 હજાર મળી કુલ રૂા.1,40,500ના મુદામાલ સાથે જુગારીઓ ઝડપાઇ ગયા છે. જયારે એક મહિલા સહીતના સાત જુગારીઓ નાસી છુટતા તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

જ્યારે ડારી ગામે જૂના પ્લોટ વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી (1) ચેતન માનસીંગભાઇ સોલંકી (2) મનોજ ઉર્ફે રામ પુંજાભાઇ બામણીયા (3) દુધીબેન લાખાભાઇ બામણીયા (4) હેમીબેન જીવાભાઇ ધારેચા (5) જયેશ ગોવિંદભાઇ બામણીયા (6) વિજય પરબતભાઇ બામણીયા (7) જીવાભાઇ જાદવભાઇ બારૈયા (8) દિનેશ કોળી (9) લાભુબેન બાબુભાઇ વાઢેર સહીતનાને રોકડા રૂ.11,950 ની સાથે બે મહિલા સહીત ચાર જુગારીઓને ઝડપી લીધા હતા. જયારે બે મહિલા સહીત છ જુગારીઓ નાસી છુટતા તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

સુત્રાપાડા તાબાના સીંગસર ગામે રામ મંદિર પાસે જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી (1) દિનેશ રણસીભાઇ વાળા (2) અલી હુસેનભાઇ અલવી (3) જગદીશ રાણાભાઇ વાજા (4) રાજેશ લાખાભાઇ વાજા (5) જીવા વિરાભાઇ વાળા (6) સાદુલ મેરામણભાઇ ચાવડા (7) રણુ જીણાભાઇ કામળીયા ને રોકડા રૂ.5,670 ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુત્રાપાડા તાબાના ઉંબરી ગામે પંચાયત ઓફીસની બાજુમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા (1) નારણ ભગવાનભાઇ પરમાર (2) ભાવેશ કરશનભાઇ બળાઇ (3) વિજય દિલસુખભાઇ ગોસ્વામી (4) નિલેશ ગુલાબભાઇ ગોસ્વામી (5) હાજા મેણસીભાઇ બારડને રોકડા રૂ.15,600 ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...