વેરાવળ તાલુકાના ઉકડીયા ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારના ધામ ઉપર પોલીસે દરોડો પાડી આઠ જુગારીઓને 42 હજારની રોકડ સાથે ઝડપી લીધેલ હતા. જયારે આ અંગે ગુનો નોંધી દરોડા દરમ્યાન એક જુગારી નાસી છુટેલ હોય તેને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે.
વેરાવળ સોમનાથમાં જન્માષ્ટમી પર્વેને હજુ ઘણી વાર હોવા છતાં ચોક્કસ વિસ્તારોમાં જુગારના પાટલાઓ ધમધમવા લાગ્યા હોવાની છડેચોક ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના હે.કો. કનકસિંહ કાગડા સહીતના સ્ટાફને તાલુકાના ઉકડીયા ગામે ધ્રુબકાનો પા વાડી વિસ્તારમાં રહેતા યુનુસ કાસમ મોખીવાડા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવી રહેલ હોવાની મળતા દરોડો પાડ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળ પરથી (1) સાજીદ ઉર્ફે બકસુ અલીમહમદ સુમરા રહે.કાજલી (2) ડાયા બેચરભાઇ કાતીરા રહે.ભાલકા (3) હારૂન જમાલભાઇ ગોહેલ રહે.પ્રભાસ પાટણ (4) રજાક ઇબ્રાહીમ તુરક રહે.વેરાવળ (5) દિલાવર સત્તારભાઇ ખોજાદા રહે.પ્રભાસ પાટણ (6) આશીફ અલારખા રાઘવા રહે.વેરાવળ (7) હારૂન સુલતાનભાઇ સુમરા રહે.કાજલી (8) હારૂન નુરમોહમદ કાલવાત રહે.પ્રભાસ પાટણ વાળાને રોકડા રૂ.42,500 ની સાથે ઝડપી લીધેલ હતા.
જયારે દરોડા દરમ્યાન મકાન માલીક યુનુસ કાસમભાઇ મોખીવાડા રહે.ઉકડીયા વાળો નાસી છુટતા તેને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે. આ દરોડા અંગે આઠેય જુગારીઓ સામે પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.