તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ પકડાયો:ઉનાના નવા બંદરમાં રહેણાક વિસ્તારમાં રેડ કરીને પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો

ઉના2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાતમીના આધારે રેડ કરતાં 32 હજાર 950 રૂપિયાના વિદેશી દારૂ ઝડપાયો
 • દિવના ઘોઘલાની મહિલા બુટલેગરે દારૂ મોકલ્યો હોવાનો ખુલાસો થયો

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાબાના નવાબંદર ગામે રહેણાક મકાનમાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે રેડ કરી મકાનમાંથી 32 હજાર 950 રૂપિયાના વિદેશી દારૂ એક આરોપીની ધરપકડ કરી હતી.

હોળી- ધુળેટીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. એવા સમયે સંઘ પ્રદેશ દિવમાંથી દારૂની હેરાફેરી ન થાય તે માટે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ થાણા અધિકારીઓને કડક સુચના આપી એલર્ટ રહેવા જણાવ્યું હતું. જે અનુસંધાને નવાબંદર મરીન પોલીસના પી.એસ.આઈ. કે.વી. પરમાર તથા સ્ટાફને બાતમી મળી હતી કે, નવાબંદર ગામના કોઈ મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે.

બાતમીના આધારે સ્ટાફના જશા પરમાર, સરમણ છેલણા, પ્રદિપસિંહ રાયજાદા અને પ્રવીણ મોરીએ તપાસ હાથ ધરી ગામમાં રામાપીર શેરીમાં રહેતા ભીખા દેવચંદભાઈ બાંભણીયાના મકાનમાં તપાસ કરતા અંદર છુપાવેલી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-373 તથા બીયર ટીન નંગ 52 મળી કુલ કિ.રૂ.32 હજાર 450નો દારૂ તથા મોબાઈલ ફોન-1 મળી રૂ.32 હજાર 950ના મુદ્દામાલ સાથે ભીખાને પકડી પુછપરછ કરી હતી.

બુટલેગર ભીખાની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો દિવના ઘોઘલાની હંસા સોલંકી નામની મહિલાએ પૂરો પાડ્યો હોવાનું જણાવતા તેની સામે ગુનો નોંધી તેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. આમ પોલીસની સર્તકતાથી તહેવારના સમયમાં એકત્ર કરાયેલ દારૂ લોકોને વેચવાના સપના અધૂરા રહી ગયાનો ગણગણાટ સ્થાનીકોમાં ચાલી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો