કોરોનાનો કહેર:જૂનાગઢ શહેરની દુકાનો પર પોલીસે કોરોના જાગૃતિના પોસ્ટર લગાડ્યા

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જુદા-જુદા સ્થળોએ 500 પોસ્ટર લગાવાયા - Divya Bhaskar
જુદા-જુદા સ્થળોએ 500 પોસ્ટર લગાવાયા
  • ડીવાયએસપી દ્વારા વેપારીઓને તકેદારી રાખવા સુચના આપવામાં આવી

જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘની સૂચના મુજબ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં નાગરિકોને લોકડાઉનનું પાલન કરાવવામાં આવે છે. 

બજારમાં ખરીદી માટે આવતા લોકો વાંચી શકે એ રીતે રખાયા
પરંતુ અમુક વિસ્તારોમાં પોલીસ દ્વારા ઘરમાં જ રહેવા અવાર નવાર સુચનાઓ આપવા છતાં અમુક શખ્સો વિસ્તારમાં ભેગા થઈને બેસતા હોય અને લોકડાઉનનું ઉલ્લંઘન કરતા હોવાની માહિતી પોલીસને મળતા તેવા લોકોને પકડી ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે છે. સાથેસાથે જૂનાગઢના સુધીરભાઈ સેજપાલની મદદથી 450 થી 500 જેટલા પોસ્ટર બનાવી લોકોને સાવચેત રાખવા માટે શહેર વિસ્તારના જુદા જુદા તમામ રોડ ઉપર આવેલ વેપારીઓની દુકાનોમાં જાગૃતિના પોસ્ટરો લગાડી વેપારીઓની દુકાનોમાં ખરીદી કરવા આવતા લોકોને વાંચી શકે તેવી ખાસ વ્યવસ્થા ગોઠવી જુદા જુદા વિસ્તારમાં લોકોને વારંવાર સાવચેત રહેવા જાણ કરવાની અલગ વ્યવસ્થા કરાઇ છે. આ પોસ્ટરો પૈકી એચ.ડી.એફ.સી. બેન્ક, વૈભવ ફાટક ખાતે આવેલ મેડિકલ સ્ટોર, પાન બીડી દુકાનો, કાળવા ચોક સહિતના વિસ્તારોમાં દુકાનો ઉપર પોસ્ટર લગાડી બજારમાં ખરીદી માટે આવતા લોકો વાંચી શકે એ રીતે રખાયા છે. 

અન્ય સમાચારો પણ છે...