તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:15 વર્ષ અને 8 માસથી ફરાર બે શખ્સને પોલીસે દબોચી લીધા

જૂનાગઢ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢ,ડેરવાણનો શખ્સ સામે પોલીસ ફરિયાદ થઇ હતી

જૂનાગઢનાં ખામધ્રોળ અને ડેરવાણનાં શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. બાદ બન્નેની અટક કરવાની બાકી હતી. પોલીસે બાતમીનાં આધારે બન્ને શખ્સની અટક કરી હતી. અને ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી. બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં ખામધ્રોળ રોડ પર રહેતા સુરેશ હરીશંકરભાઇ ત્રિવેદી સામે એ-ડિવીઝન પોલીસમાં મારામારીની ફરિયાદ નોંધાઇ હતી. બાદ આ શખ્સ 15 વર્ષની અટક થઇ ન હતી.

એલસીબી પોલીસને મળેલી બાતમીનાં આધારે સુરેશ ત્રિવેદીની અટક કરી હતી. જ્યારે ડેરવાણ ગામે રહેતા ઝાલમસિંહ ઉર્ફે ભાણો જેમભાઇ ભાટી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. છેલ્લા આઠ માસથી તે ફરાર હતો. એસઓજીને બાતમીનાં આધારે તેની અટક કરી હતી. બાદ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો