તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Police Lodge A Complaint Against A Woman Sarpanch Of Bella Village In Bilkha Of Junagadh For Grabbing Her House And Collecting Interest.

વ્યાજખોરોનો ત્રાસ:જૂનાગઢના બીલખાના બેલા ગામના મહિલા સરપંચનું મકાન પડાવી લઈ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા પોલીસ ફરિયાદ

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિની કેન્સરની સારવાર માટે 10 ટકા વ્યાજે લીધા હતા 4 લાખ રૂપિયા

જૂનાગઢ તાલુકાના બિલખા નજીક આવેલા બેલા ગામના મહિલા સરપંચે પતિની કેન્સરની સારવાર માટે બિલખાના શખ્સ પાસેથી ચાર લાખ દસ ટકા વ્યાજે લીધેલ જેનું વ્યાજ પણ ચૂકવ્યુ હતું. તેમ છતાં મહિલા સરપંચને ધમકી આપી તેનું મકાન પચાવી લઈ વ્યાજખોરો વધુ વ્યાજની ઉઘરાણી કરતા હોવાથી મહિલા સરપંચે બિલખાના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બિલખા નજીક આવેલા બેલા ગામના સરપંચ ગીતાબેન વેણીશંકર સાંકળીયા (ઉ.વ.55)એ છએક વર્ષ પહેલા 2015 ના વર્ષમાં પતિને મગજનું કેન્સ૨ થઈ જતા તેઓની સારવાર માટે બિલખાના લક્કી ઉર્ફે ભીમ રાઠોડભાઈ હુદડ પાસેથી ચાર લાખ રૂપીયા દસ ટકા વ્યાજે લીધા હતા. તેનું બે વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યુ હતું. તેમ છતાં લક્કી ઉર્ફે ભીમ અને મિલન રાઠોડભાઈ હુદડે ગીતાબેનને ધમકી આપી 10 લાખની કિંમતનું 400 વારનું સ્લેબવાળુ મકાન લખાવી લઈ પચાવી પાડ્યું હતું. ત્યારબાદ પણ લક્કી ઉર્ફે ભીમ અને તેનો ભાઈ મિલન અવાર નવાર વ્યાજની તેમજ ચાર લાખ રૂપીયા મુદલની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હતા.

આ અંગે બેલા ગામના મહિલા સરપંચ ગીતાબેન સાંકળીયાએ લક્કી ઉર્ફે ભીમ રાઠોડભાઈ હુદડ અને તેના ભાઈ મિલન રાઠોડભાઈ હુદડ સામે ધમકી આપી મકાન પચાવી લઈ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ નોંધાવતા બીલખા પોલીસે આઇપીસી કલમ 384, 386, 504, 506 (2), 114 તથા નાણાં ધીરધાર અધિનિયમ ની કલમ 5, 33, 40, 42 (a), 42 (d) મુજબ બંન્ને ભાઈઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...