કાર્યવાહી:વિધાનસભાની ચૂંટણીને લઇ સોશ્યલ મિડીયા પર પોલીસની બાજ નજર

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભડકાઉ, શાંતિભંગ કરનારી પોસ્ટ મૂકેતો જાણ કરો: કડક કરાશે કાર્યવાહી

આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ સોશ્યલ મિડીયા પર પોલીસની બાજ નજર રહેશે. સાથે કોઇ દ્વારા ભડકાઉ, શાંતિભંગ કરનારી પોસ્ટ મૂકાઇ હોવાનું કોઇના ધ્યાને આવે તો જાણ કરવા લોકોને અપીલ કરાઇ છે. આવી પોસ્ટ મૂકનાર સામે કડક કાર્યવાહી કરવા નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે જેમના દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશેે. આ અંગે એસઓજી પીઆઇ એ.એમ. ગોહિલે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા વહિવટી - પોલીસ તંત્ર દ્વારા ખાસ તકેદારી રખાઇ રહી છે.

ખાસ કરીને રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શનમાં પોલીસ તંત્ર દ્વારા આ મામલે બાજ નજર રખાઇ રહી છે. ત્યારે સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ જેવા કે, વોટ્સએપ, ઇન્સ્ટ્રાગ્રામ, ફેસબુક, ટ્વિટર તેમજ મોબાઇલ પર બલ્ક એસએમએસ કરી ખોટા ન્યૂઝ ફેવાલી સુલેહ શાંતિ ડહોળવા, કોમ- કોમ વચ્ચે વૈમન્યસ્ય પેદા કરવા, ભડકાઉ કે શાંતિભંગ કરતી પોસ્ટ મૂકાશે તો તેની સામે ગંભીર ગુનો ગણી ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન જો કોઇને આવી પોસ્ટ થઇ હોવાનું ધ્યાને આવે તો સાયબર ક્રાઇમ સેલના પીઆઇ એ.એમ. ગોહિલનો 9106754657 નંબર પર અથવા પીએસઆઇ એમ.જે. કોડિયાતરનો 9687711313 નંબર પર સંપર્ક કરી જાણ કરવા અપીલ કરાઇ છે. જાણ કરનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. આ ઉપરાંત ઇમરજન્સી અને પોલીસ-100, મહિલા સહાય-181, નાર્કોટિક ડ્રગ્સ હેલ્પલાઇન- 1908, સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવા જણાવાયું છે. સાથે જૂનાગઢ એસપીને મોબાઇલ, ફેસબુક તેમજ ટ્વિટર પર જાણ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...