નરાધમ સામે ફિટકાર:વેરાવળમાં જમવાની લાલચ આપી સગીરનું અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

જુનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી ભૂતકાળમાં પણ પોક્સોના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે

વેરાવળ શહેરમાં સગીરને જમવાની લાલચ આપી અપહરણ કરી બંદર વિસ્તારમાં લઈ જઈ રીઢા ગુનેગાર શખ્સે સૃષ્ટિ વિરૂધ્ધનું અધમ કૃત્ય આચર્યાની હીચકારી ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. આ ઘટના સામે આવતા પોલીસે પોકેટકોપ અને નેત્રમ સીસીટીવી કન્ટ્રોલની મદદથી રીઢા ગુનેગાર આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપી અગાઉ પણ પોક્સો ઉપરાંત દારૂ અને વાહનચોરી સહિત આઠ ગંભીર ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યુ છે.

જમવાનું આપવાની લાલચ આપી અપહરણ કરી કુકર્મ કર્યુ
આ હિચકારી ઘટનાનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યા અંગે એએસપી ઓમપ્રકાશ જાટએ માહિતી આપતા જણાવેલ કે,તા.08 ની રાત્રીના એક 13 વર્ષનો સગીર વયનો દીકરો વેરાવળ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ રેંકડીઓ પાસે જમવાનું માંગતો હતો. તે સમયે આરોપી દિલીપ ઉર્ફે દુલીયો બાબુભાઇ ચૌહાણ ત્યાં આવી જમવાનું આપવાનું કહી લલચાવી ફોસલાવી તેની મોટર સાયકલમાં બેસાડી અપહરણ કરી બંદર વિસ્તારમાં લઇ ગયો હતો. જ્યાં અવાવરૂ સ્થળે સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું અધમ કૃત્ય કરેલ હતુ. આ ગંભીર ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધી હતી.

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
આ ગંભીર ગુના સંદર્ભે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ હતા. દરમ્યાન સર્વેલન્સ સ્કવોડની ટીમ દ્વારા પોકેટકોપ અને નેત્રમ સીસીટીવી કંટ્રોલની મદદ મેળવી ગણતરીના કલાકોમાં જ આરોપીની વિગત મેળવી દબોચી લેવામાં આવ્યા હતા. હાલ તો પોલીસે આરોપી દિલીપ ઉર્ફે દુલીયો ચૌહાણ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ- 363, 323, 377, 506 (2) તથા જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ - 2012 ની કલમ- 4, 6 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી સામે નોંધાયેલા અલગ અલગ 8 ગુનાઓ
જઘન્ય કૃત્ય આચરનાર આરોપી દિલીપ ઉર્ફે દુલીયો રીઢો ગુનેગાર હોય અને અગાઉ પોક્સોના ગુન્હામાં ઝડપાયેલ હતો. જેની કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે. આ ઉપરાંત વેરાવળ શહેરમાં વાહન ચોરીના 4 તેમજ જૂનાગઢના 1 ગુનાનો આરોપી છે. આ ઉપરાંત દારૂ સહિતના ગંભીર ગુનાનો આરોપી છે. તેમજ આજે નોંધાયેલ ગુન્હામાં પણ ચોરીનું મોટરસાયકલનો ઉપયોગ કરી હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...