તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સગાઇમાં ગૂમ થયેલા 2 બાળકોને શોધી પોલીસે માતા-પિતાને સોંપ્યા

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાસ્તો લેવા ગયા બાદ ગલી ભૂલી જતા મુંઝાયા હતા

સગાઇના પ્રસંગમાં આવેલા 2 બાળકો ગૂમ થતા બન્ને સંતાનોના માતા, પિતાનો જીવ તાળવે ચોટી ગયો હતો. જોકે, બાદમાં પોલીસે બન્ને બાળકોને શોધી તેના માં બાપને સોંપ્યા હતા. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ખલીલપુર રોડ પર સગાઇના પ્રસંગે ચોકી સોરઠના રહિશ રીટાબેન સિકંદરભાઇ અને તેના સબંધી દિપકભાઇ શામજીભાઇ આવ્યા હતા. દરમિયાન આ બન્ને પરિવારના 4 અને 5 વર્ષના 2 પુત્રો રમતા રમતા ક્યાંક ગુમ થઇ ગયા હતા.

બાળકો ગૂમ થયાની જાણ થતા બન્ને બાળકોના પરિવારજનો ચિંતામાં પડ્યા હતા. દરમિયાન આ અંગેની જાણ થતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને મિહિરકુમાર ડી. બારીયાના માર્ગદર્શનમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બન્ને બાળકોને શોધી કાઢી તેના માતા, પિતાને સોંપ્યા હતા. બન્ને બાળકો નાસ્તો લેવા ગયા બાદ ગલી ભૂલી જતા મુંજાયા હતા. જોકે, પોલીસે તેમની મદદ કરી પરિવારસાથે મિલન કરાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser