તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જૂનાગઢમાં પોલીસની ડ્રાઇવ, 125 સામે કાર્યવાહી કરાઇ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 65 વાહન ચાલકો પાસેથી દંડની રકમ વસુલ કરી

કોરોનાની બીજી લહેર બાદ સરકાર દ્વારા આંશિક છુટછાટ આપવામાં આવી છે. જેથી જન જીવન સામાન્ય બનતા રજાના દિવસોમાં લોકો બિન્દાસ્ત થઈને એકત્રિત થવા લાગતા કોરોના ગાઈ૰ડલાઈન્સનું ઉલંઘન થતા જૂનાગઢ પોલીસ વડાએ ગાઈડલાનનું પાલન કરાવવા આદેશ કરાયા છે.

હાલમાં શનિ-રવીની રજા દરમ્યાન 2 દિવસ માટે ખાસ ચેકીંગ હાથ ધરાયું છે. જેમાં સ્થાનિક ભવનાથ પોલીસ સ્ટેશન, શહેર ટ્રાફિકની તથા પોઇન્ટ ઉપર ટીઆરપીના માણસો, જિલ્લા ટ્રાફિક, ક્રાઇમ બ્રાન્ચની તેમજ એસઓજીની ટીમ મળી પાંચ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. દરમ્યાન માસ્ક વગર ફરતા 45 લોકોને દંડ ફટકારાયો હતો. ઉપરાંત, ત્રણ સવારી, નંબર પ્લેટ વગર તેમજ લાયસન્સ વગર મળી કુલ 65 વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. તેમજ 15 વાહન ડિટેઇન કર્યા હતા જેમાં એક વાહન ચાલક કેફી પીણું પીધેલ હાલતમાં ઝડપાયો હતો. આમ, આશરે કુલ 125 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...