તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:કેશોદના કારખાનેદારે મહારાષ્ટ્રમાં મોકલાવેલા 24 લાખના સીંગદાણા ના પહોંચતા પોલીસ ફરિયાદ

જૂનાગઢ21 દિવસ પહેલા
સીંગદાણાનું કારખાનું
  • ટ્રક માલિક અને ડ્રાઈવર સામે છેતરપિંડીની ફરિયાદ

જૂનાગઢના કેશોદના સોદરડા ગામના સીંગદાણાના કારખાનાના માલિક સાથે રૂ.24 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. કારખાનેદારે બે દિવસ પહેલા 25 ટન સીંગદાણા ટ્રકમાં ભરી મહારાષ્ટ્રના સોલાપુર મોકલેલ જે ત્યાં ન પહોંચતા અને ટ્રકના માલિક અને ડ્રાઇવરના ફોન સ્વીચ ઓફ આવતા હોવાથી કારખાનેદારને છેતરપિંડી થયાનું જણાયુ હતું. આ અંગે ટ્રકના માલિક અને ડ્રાઇવર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કેશોદના કારખાનેદાર સાથે થયેલ છેતરપિંડીના બનાવ અંગે ડીવાયએસપી જે.બી.ગઢવીએ જણાવેલ કે, કેશોદના સોંદરડા ગામે આવેલ મુકુંદ ટ્રેડર્સ નામનું સીંગદાણાનું કારખાનું ધરાવતા મેણસીભાઇ પીઠિયાએ આશરે ચોવીસ લાખથી વધુ કિંમતના 25 ટન સીંગદાણાનો માલ તૈયાર કરાવી ટ્રક મારફત મહારાષ્ટ્રના સોલાપુર બે દિવસ પહેલા રવાના કર્યા હતા. જે માલ ભરેલ ટ્રક બે દિવસ બાદ પણ સોલાપુરના વેપારીને ન મળેલ હોવા અંગે મેણસીભાઈને જાણ કરી હતી. જેથી કારખાનેદારએ ટ્રક માલિક કેતનભાઇ મોઢા અને ટ્રક ડ્રાઇવર ફિરોજ ઉર્ફે ફીરિયાને ફોન કરતા બંન્નેના ફોન બંધ આવતાં વેપારીને છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ હતી.

જેથી કારખાના માલિક મેણસીભાઇ પીઠિયાએ ટ્રક માલિક કેતનભાઇ માેઢા અને ટ્રક ડ્રાઇવર ફિરોજ ઉર્ફે ફીરિયા સામે છેંતરપીંડીની કેશોદ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કપમ 406, 420, 114 હેઠળ ગુન્હો નોધી ઈન્ચાર્જ પીઆઈ એન.બી. ચૌહાણએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...