તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૈત્રી કરાર મોંધા પડ્યા:વંથલીમાં SBI બેંકમાં નોકરી કરતી મહિલાનો પ્રેમી અસલ ડોક્યુમેન્ટ લઈ ગાયબ થતા પોલીસ ફરિયાદ

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ તેની સાથે મૈત્રી કરાર કરનાર યુવક સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢના વંથલીમાં ભરૂચના શખ્સ સાથે મૈત્રી કરારથી રહેતી એક બેંકમાં નૌકરી કરતી મહિલાએ તેની સાથે રહેતા પ્રેમી સામે પોલીસમાં પોતાના અગત્યના કાગળીયા ચોરી કરી ગયાની ફરિયાદ નોધાવી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વંથલીમાં નગરપાલિકા સામે રહેતી અને એસબીઆઈ બેંકમાં નોકરી કરતી સબાનાબેન રહીમ સાલમ ચોટીયારા ઉ.વ.41 તેના પતિ અને બે બાળકોથી અલગ રહે છે. તે દરમ્યાન તેને ભરૂચના નબીપુરના જાકીર હુસેન કીર મહમદ મકવા નામના યુવક સાથે પ્રેમ થતા તેઓ બંન્ને છેલ્લા એકાદ વર્ષથી વંથલીમાં ભાડાના મકાનમાં મૈત્રી કરારથી રહેતા હતા. દરમ્યાન શબાનાબેનના પિતાની તબિયત ખરાબ હોવાથી તેઓ જૂનાગઢ પિતાની ખબર કાઢવા ગયેલ હતા. જ્યાં મોડું થતા તેઓ રાત રોકાયેલ તે સમયે તેમના પતિ પણ હાજર હતા. ત્યારે જાકીર ત્યાં આવી જતા તેણે શબાનાના પતિને જોતા જે બાબતે ઝગડો કરીને ત્યાંથી જતો રહેલ અને વંથલી આવીને શબાનાનો અગત્યના કાગળો રાખેલ થેલો ચોરી કરી જતો રહ્યો હતો.

જે થેલામાં શબાનાબેનના અમદાવાદ, જૂનાગઢના મકાનના અસલ દસ્તાવેજ, ત્રણ વાહનોની આરસી બુક, ડ્રાઈવિંગ લાયસન્સ, એલઆઈસી પોલીસીના કાગળો, નોકરીને લગતા કાગળો, મોબાઈલ સહિતની ચીજ-વસ્તુઓ હતી. જેથી આ કિંમતી કાગળીયાનો થેલો તેમનો પ્રેમી ચોરી ગયાની ફરિયાદ નોંધાવતા વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...