તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:2008 માં નાણાં વિભાગનો ઠરાવ ખોટો હોવાની પોલીસ ફરિયાદ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેમને ઉચ્ચતર પગાર ધોરણ મળ્યું તેમની પાસેથી રિકવરી કરાશે

વર્ષ 2008 માં નાણાં વિભાગનો કરાયેલો ઉચ્ચતર પગાર ધોરણનો ઠરાવ ખોટો હોવાનું માલુમ પડતાં તેના આધારે ઉચ્ચતર પગાર ધોરણ મેળવતા કર્મચારીઓ પાસેથી રિકવરી શરૂ કરાઇ છે. આ મામલે જૂનાગઢમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના સરદારબાગમાં આવેલી સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીમાં જિલ્લા સહાયક નિરીક્ષક તરીકે ફરજ બજાવતા બ્રિજેશભાઇ જવાહરલાલ મહેતાએ આ અંગે સી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યું છેકે, બે મહિલા કર્મચારીએ ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા અરજી કરી હતી. જેની સત્યતા તપાસવા અંગે નાણા વિભાગે ઠરાવ મોકલ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, તા. 21 ઓગષ્ટ 2008 માં થયેલો ઠરાવ નં. પગર-102008-3-મ (ઉચ્ચતર પગાર ધોરણ) નાણા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો નથી.

આ અંગે લાભ મેળવેલા કર્મચારીઓ પાસેથી નાણાં રિકવર કરવા માટે પોલીસ ફરિયાદ કરવામાં આવે. આથી બ્રિજેશભાઇની જ કચેરીમાં 2011 થી એ ઠરાવ અન્વયે પગાર મેળવતી એક મહિલાનો વધુ પગાર રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એજ પ્રકારી રાજકોટ તિજોરી કચેરીમાં ફરજ બજાવતી એક મહિલા અંગે પણ ત્યાંની કચેરીને જાણ કરી છે. બનાવની તપાસ પીએસઆઇ પી. જે. બોદર ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...